________________
૧૩
રહેતા હતા. વધારે પૈસા કમાવા માટે પાતે પરદેશ ગયા. પાંચ વરસ સુધી એક શેઠને ત્યાં વફાદારીથી નાકરી કરી. ઘણા પૈસા કમાયેા. શેઠની રહેમ નજરથી ઘણું દ્રવ્ય મેળછ્યું. પાંચ વરસ ખાદ્ય પેાતાના વતન તરફ જવાની ઈચ્છા થઈ. અને પેાતાની પત્ની માટે દાગીના તથા હાર અનાવરાવ્યાં અને રોકડા પૈસાથી મારા જુના દેણાં ચુકવી દઇશ. ને દેણામાંથી મુક્ત થઈશ.” આવે! મનમાં વિચાર કરી, શેઠ પાસે જવાની રજા માંગે છે. અને દેશમાં જવા માટે સારી એવી ઘેાડી લે છે. શેઠ રજા આપે છે અને કહે છે, ત્યારે તમારી ઇચ્છિા થાય ત્યારે પાછા ખુશીથી પધારજો. આ પેઢી તમારી છે. પછી ઘેાડી કેન્દ્રી વેગવાળી છે એ જોવા માટે તળાવના કીનારે આવે છે. ઘેાડી વેગવાળી જોઈ ને તે આન ક્રમાં આવી ગયા ને ખેલવા લાગ્યા કે : કાલે વતનમાં જઈશ, મારી પત્નીને દાગીના, હાર તથા સાનુ રૂપુ` આપીશ. આમ હર્ષાવેશમાં ખેલે છે. ત્યાં રણજીતમલ નામના એક ગરાસીયે પાછળ આવી રહ્યો છે. એ વાત સાંભળે છે. અને પૂછે છે: શેઠજી, શુ વિચારેા છે? તા તે પેાતાની વાત કરી દે છે. પાંચ વરસ સુધી રહીને થોડું ધન કમાયા છું, હવે તો વતનમાં પાછું ફરવું છે. જઈને પત્નીને મળીશ. અને મારુ જુનુ દેવુ' પતાવીશ. ઠીક. ગરાસિયાએ કહ્યું. ક્યારે જવું છે ? પરમ દિવસે. ત્યારે રણજીતમલ કહે છે. રસ્તામાં આપને એક વિસામે તેા લેવા પડશે, તે શેઠજી, તમે નીકળેા ત્યારે અમારે ગામ જરૂર પધારો. અમને તમારા આતિથ્યને લાભ મળશે. ગરાસિયા ખૂબજ આગ્રહપૂર્વક આમંત્રણ આપે છે. ધનરાજ બીજે દિવસે વતન જવા નીકળે છે. સાથમાં દાગીના તથા રૂપીયા લીધા છે. જેથી બધાનું દેવું ચુકતે કરી શકાય. રણજીતમલ ગરાસીયા અને તેના સાથી શેઠજીની વાટ જુએ છે. ત્યાં તે માર માર કરતી ઘેાડી ઉપર શેઠ આવતા દેખાય છે. મને તેઓ તરત બૂમ મારે છે. શેઠજી આવેા, પધારો. અમે તમારી આગતાસ્વાગતા કરવા માટે તૈયાર છીએ. ત્યારે તેને એમ થાય છે કે આવા પ્રેમ બતાવે છે, છતાં નહિ' જાઉં તે ખોટુ લાગશે. વળી એમને પ્રેમ તથા આગ્રહ બહુ છે એટલે એક રાત રાકાઈ જઈશ. રણજીતમલ તેને સારી રીતે રાખે છે. ભેાજનમાં મીઠાઈ વગેરે સારી રીતે જમાડે છે અને સારા એવા માનપાન આપે છે. પછી રાત્રે શેઠ સૂતા છે, ઉંઘી ગયા છે એમ સમજી રણજીતમલ તેના સાથીને કહે છે, ધ્યાન રાખજે, શિકાર હાથમાંથી ચાલ્યે ન જાય. તુ` પાકી તકેદારી રાખજે. શેઠજી હજી જાગે છે પેાતાની પત્નીના વિચારમાં ઊંધ આવતી નથી. રણજીતમલ અને નાકર વચ્ચેની વાત સાંભળે છે અને સુતા સુતા વિચારે છે. અરેરે ! અહીંયા આવીને તા હુ' ફસાઇ ગયા. હવે આનાથી કેવી રીતે ખચવુ' ! ધીરજથી કામ લેવુ' પડશે. આખી રાત ઉંઘ આવતી નથી. સવાર પડતાં રણજીતમલના સાથી તેમને દાતણપાણી આપે છે. ધનરાજના માઢા ઉપર જરા પણ ખખર પડી છે એવા ભાવ આવતા નથી. સાથી વિચારે છે. અરેરે! બિચારાને કેવા લૂટશે, પાંચ પાંચ વરસથી ધંધા કરીને મેળવેલા પૈસા આ ગરાશીયા લૂટી લેશે. હું આ ગરાશીયાનુ લૂછુ ખાઉં છું એટલે કાંઇ