Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
( ૧૮ )
દામો બૉબસ્તની શરતના ઠરાવ પ્રમાણે તાબાના અંગેની જાગીરમાં અને જમીનદારોની સવાઈ ખંડણીમાં તથા ચોવીશલાખ રૂપિયા બંદોબસ્ત ખાતાના અમલદારને ત્યાં જમા થતા હતા. તે સિવાય બાકીના દામ, અમીરે, કારકુનો, હજુરના મનસદારે (મંડળીવાળા ) અને તેહનાતીઓ તથા નેકરીયાત કે જેઓને આ સુબાના ફજદારોની નોકરીની શરતથી રાખેલા હતા તેઓના પગારમાં અપાતા હતા. લગભગ એક કરોડ ને વશ લાખ દામો તથા પચાસ હજાર વીઘા જમીન, એક ત્રણ ગામો અને સરકારી ખજાનામાંથી અમલદારનાં ઈનામ શિવાયના એક લાખ ચાલીસ હજાર રૂપિયા રોકડા મોટા સાદાત તથા વીરોના વંશજોનાં પાલણપોષણ તેમજ ઇનામમાં, માસિક-રોજીંદાં ફરમાન, સનદે, હજુર પુસ્તક, દીવાની અને સદર હુકમ કચેરીઓ વિગેરેમાં વપરાતા હતા.