Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
(
અમદાવાદ મહાલના સરકારી સુખાની દીવાનીના તાબામાં, ભરૂચ તામે ૧૪ ચદ મહાલા, પાટણ તામે ૧૭ સત્તર મહાલા, વડાદરા તામે ૪ ચાર મહાલા, નાંદાદ સરકાર તાખે ૧૨ બાર મહાલા, ચાંપાનેર સરકાર ૧૩ તેર મહાલા, ગાધરા સરકાર ૧૧ અગીયાર મહાલેા, સેાર સરકાર ૬૩ ત્રેસઠ મહાલા અને ઇસ્લામનગરના ૧૭ સત્તર મહાલા કે જે, શાહઆલમ બહાદુરશાહના વખતમાં તામે થયા, જે ઉપર ત્યાંના જામ જમીનદાર કબજો રાખેછે. મુંબઇની સદ્મળી સરકારાના ૧૮૪ એકસા ચારાશી મહાલા હતા તેમાં પરગણાં અને શહેરા પણ શામેલ હતાં; તથા પંદર બંદરા અને ક્રમ હાર ચારસા સાડી પાંસઠ ગામડાં, અને એ પુરાંની વસુલાતની સવાઈ, જમીનદારાના ઉપયાગમાં લેવાતી હાવાથી દતરી સિરસ્તામાં આવતી નહાતી.
૧૭ >
અક્બર બાદશાહના વખતમાં પરગણાની જમીનેાની માપણી રાજા ટોડરમલે બાદશાહના હુકમથી છ મહિનામાં કરી હતી. તે માપણી ૧,૨૩,૬૦,૫૯૪ વીધા તે ૯ નવ વસાની હતી. તે પૈકી ૮૩,૪૭,૪૯૮ વીધા અને ૩ ત્રણ વસા ખેડાણ (ખેતી લાયક) અને બાકીની જમીન વસ્તી તથા જંગલ વિગેરેમાં ગણાયેલી હતી. આ હિસાબમાં સારડ, ગાધરા, અને ઇસ્લા મનગર શામેલ નથી; અને ખીન્ન મહાલા પૈકી ૪૯ એગણુ પચાસ મહાલેાની માપણી થઇ નહેાતી, જેથી તેના રકએ સરકારી સિરસ્તાથી જણાતા નથી.
રાન્ત ટોડરમલની જમીન-માપણી
હવે જે સરકારા જમેથી ખાતલ અને જમીનદારાના તાબામાં હતી અને જેમની પાસેથી સુખાના અમલદાર લશ્કરના બળવડે ખંડણી વસુલ કરતા હતા તે સરકારાનાં નામ-ડુંગરપુર સરકાર, બાંસવાડા સરકાર, સુલેમાન નગર એટલે કચ્છ સરકાર, શિાહી સરકાર, સાંથ સરકાર અને રામનગર સરકાર, તેમાંથી રામનગરની ખંડણી સુરતના મુસદી સાથે સબંધા રાખેછે. જો કે પહેલાંના રાજ્યાના વખતમાં કોઇ વખતે મજકુર ખંડણી ઉપર સુખાની દીવાનગીરીની સત્તા હતી. સુરત સરકાર સિવાયની વધઘટની તજવીજ કરતાં ૭૯,૯૬,૪૫,૨૧૩ દામાની આવક હતી, અને તે મુહુમ્સદશાહના વખત સુધી આવતી હતી. તે પૈકી ૨૦,૮૨,૦૦,૩૪૨ દામેા સરકારી ખાલસામાં અને ખાનગી ખર્ટીમાં ઠરાવેલા હતા, ૨૦,૨૦,૦૦,૦૦૦