________________
ઝળહળતાં નક્ષત્રો
નાંખ્યો હતો અને પ્રવર્તિની પૂ.સા.શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજને વડી દીક્ષા આપી સાધ્વીસંઘનું પ્રવર્તન કરતાં કવયિત્રી એવા તે સાધ્વીજી મહારાજનો પરિવાર વટવૃક્ષની જેમ ફૂલ્યો ફાલ્યો અને માત્ર ૭૫ વર્ષના ટૂંકા ગાળામાં ૫૫૦ થી વધુ સાધ્વીજી ભગવતીઓએ આ પરંપરાને પાવન કરી. પ્રવર્તિની સા.શ્રી જયાશ્રીજી મહારાજ આદિ પરિવાર તપાગચ્છાધિપતિ પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞામાં આરાધનારત રહ્યો. આ જ સમુદાયમાં ૯૫૦ થી વધુ સાધ્વીજી ભગવંતો છે. એમાં વાગડ સમુદાયના ૧૦૯ વર્ષ ઉંમરના અને ૮૨ વર્ષ દીક્ષાપર્યાયના સાધ્વીજી શ્રી હેમશ્રીજી મહારાજ પ્રવર્તિની પદે બિરાજમાન છે. પાંચ ઇન્દ્રિયો પરિપૂર્ણ છે અને સુંદર સ્વાધ્યાયાદિ દ્વારા આરાધનારત છે. એ જ સમુદાયના પરમવિદૂષી સાધ્વીવર્યા શ્રી ચંદ્રાનનાશ્રીજી મહારાજ પણ યોગ-અધ્યાત્મ ગ્રંથોનું વિશદ જ્ઞાન તેમજ સુવિશુદ્ધ ચારિત્રપાલન, વિશાળ શિષ્યા--પ્રશિષ્યાવૃંદ આદિ ગુણગણોથી જૈન સંઘમાં સુપ્રસિદ્ધ અને આદરપાત્ર બનેલાં છે. એજ સમુદાયના સાધ્વીજીશ્રી દમયંતીશ્રીજી મહારાજ પણ 100 વર્ષની ઉંમરે પહોંચ્યા છે તેમને ૭૫ વર્ષનો દીક્ષા પર્યાય છે. સુંદર સાધના કરી કરાવી રહ્યા છે. શાસનસમ્રાટ સમુદાયના સા.શ્રી પ્રવીણાશ્રીજી મહારાજે પણ અનેક પ્રતિબોધ પમાડી શિષ્યાઓને તૈયાર કરી શાસનની શોભા વધારી.
કાળબળની સામે હંમેશાં ઝઝુમતા રહીને શાસનની પ્રતિભા અને પ્રતિષ્ઠાને અક્ષણ રાખતી આ શ્રમણી પરંપરા શત શત વંદનાને પાત્ર બનેલ છે. સંયમી સાધ્વીગણને શાસ્ત્રકારોએ “શ્રમણી”, નિર્ગુન્શી, આર્યા, ભિક્ષુણી આદિ શબ્દોથી ઓળખાવેલ છે. ભલે તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ જેવા ઉત્તમ પુરુષરૂપે સ્ત્રી સંભવતી નથી, તે કદી ગચ્છસંચાલક, આચાર્ય બની શકતી નથી. બારમું અંગ દૃષ્ટિવાદ ભણાવવાની તેમને છૂટ નથી, દીક્ષા કે પદવી આપવાનો તેમને અધિકાર નથી, તો પણ તેમના શ્રમણીપણાનું સંપૂર્ણ ગૌરવ જૈનશાસનમાં સદા સર્વદા જળવાયેલું રહ્યું છે. આત્માની સર્વોચ્ચ વિકસિત એવા મોક્ષની અધિકૃતતા તો શ્રમણીને પણ બક્ષાયેલી છે જ. પૂ.સા.શ્રી પ્રશાંતશ્રીજી મહારાજે ૧૭૦ આયંબિલ ઉપર ૩૬ ઉપવાસ કરી સળંગ ૩૩૦ આયંબિલ કરી પૂરા ૫00 આયંબિલનો તપ કર્યું ધન્ય છે તેમના ધર્મને!
વર્તમાનકાળનાં શ્રમણીઓ પ્રતિ દૃષ્ટિપાત કરીશું તો તેમના તપસ્વીપણાની, સ્વાધ્યાયરતતાની, ક્રિયારૂચિની, મધુરકંઠે ગવાતી સ્તુતિ અને સ્તવનોની, સાધુ વેયાવચ્ચભાવની, સ્ત્રીઓને ધર્મમાર્ગે જોડવા અને ટકાવવાની, શાસનનાં કાર્યોમાં પ્રેરણા દ્વારા ઉદાર હાથે ફાળો આપવાની ઇત્યાદિ, વૃત્તિ-પ્રવૃત્તિની પ્રશંસા કર્યા વિના રહી શકાય તેમ નથી. દિલ્હીમાં વલ્લભસ્મારકની પ્રેરણાદાત્રી સાધ્વી મૃગાવતીશ્રીજી તથા રાજસ્થાનમાં ધર્મપ્રભાવના કરનારા લલિતપ્રભાશ્રીજી મ.નું પણ મોટું યોગદાન છે. શ્રી સાગરાનંદસમુદાયના પૂ.સા. શ્રી કૃતવર્ષાશ્રીજી મહારાજે વીશસ્થાનકતપની આરાધના અઠ્ઠમ તપથી કરી ૪૨૫ અમ પારણે એકાસણાથી કર્યા. શંખેશ્વરતીર્થમાં પણ અટ્ટમનું તપ કરી ૪૫ ઉપવાસ કરી પારણુ આયંબિલથી કર્યું ધન્ય છે તેમના તપધર્મને અને મનોબળને. ધરતીને ધન્ય કરતી તેમની ધર્મનિષ્ઠાને વારંવાર વંદન કરું છું.
વર્તમાનમાં સર્વોત્કૃષ્ટ આયંબિલના તપસ્વી [૧૦૦+૧૦૦+૯૩=૨૯૩ વર્ધમાન તપની ઓળીના આરાધક] પૂ. કલાપૂર્ણસૂરિજી મ.સા.ના વાગડ સમુદાયના પૂ.સા. હંસકીર્તિશ્રીજીને કઈ રીતે ભૂલી શકાય?
આગમોમાં વર્ણિત કથાનકોમાં જોતાં ક્યાંક અંતકૃત કેવલી બનતા, કયાંક વેયાવચ્ચપરાયણતા, ક્યાંક પુત્રને સંયમમાં પાછો વાળતાં તો ક્યાંક પુત્રોના કલહ શાંત કરતાં, ક્યાંક કેવળજ્ઞાનમાં નિમિત્ત બનતાં, તો ક્યાંક કોઈને ચારિત્ર ધૈર્ય બક્ષતાં, ક્યાંક રાજ-રજવાડાં ત્યાગ કરતાં, તો ક્યાંક ક્ષમાધર્મની આહલેક જગાવતાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org