________________
જિન શાસનનાં
S
શિષ્યરત્ન તપસ્વી પૂ.મુનિશ્રી કલાસુંદરવિજયજી મહારાજશ્રીએ પણ ૧૮૦ ઉપવાસ કર્યા હોવાનું જણાય છે. જેનો ઐતિહાસિક વરઘોડો ૧-૨-૨૦૧૧ અને પારણાનો દિવસ તા. ૨-૨-૨૦૧૧નો હતો. ધન્ય શાસન...ધન્ય તપસ્યા...ધન્ય મુનિરાજ.
શ્રાવિકાઓનું શ્રદ્ધાકેન્દ્ર : શ્રમણી સંઘ
પ્રભુના શાસનમાં જેમ શ્રમણોનું યોગદાન છે તેમ શ્રમણીઓએ પણ નામનાની કામના વિના પ્રભુના શાસનને અજવાળવાનું કામ કર્યું છે. એ વાત તો સ્પષ્ટ થાય છે કે સ્ત્રીશક્તિ જાગે તો ઘર આખું આગળ આવે.
ઘરઘરમાં અને ઘટઘટમાં ધમેરંગને પ્રસરાવવાનું કામ, આચારોના વારસોને ચોળ મજીઠ રંગ લગાડવાનું કામ આ શ્રમણી ભગવંતોએ જ કર્યું છે. મહાવીર પ્રભની શ્રાવિકાઓમાં ચેલણા, જયંતિ, રેવતી વગેરે મુખ્ય હતી. કુલ શ્રાવિકાઓ ત્રણ લાખ અને અઢાર હજાર બતાવી છે. સાધ્વી પુષ્પગુલાએ અર્ણિકાપુત્ર આચાર્યની નિર્દોષ ગોચરી દ્વારા ભક્તિ કરી. જૈનશાસનને ૧૪૪૪ ગ્રંથોની જે અણમોલ ઉમદા ભેટ સાંપડી તેના મૂળમાં હરિભદ્રસૂરિજી મ.ને પ્રભુના શાસનમાં લઈ આવવાનું કામ કરનારાં યાકિની મહત્તરા' સાધ્વી જ હતા ને? સાધ્વી કુબેરદત્તાએ કુબેરસેનાને
હાલા૨ડા દ્વારા ૧૮ નાતરા દર્શાવ્યા. અભિમાનના હાથી ઉપર આરૂઢ બંધુ મુનિ બાહુબલિને એ હાથી ઉપરથી નીચે ઉતારીને કેવળજ્ઞાનનો અણમોલ ઉપહાર પ્રાપ્ત કરાવનાર બહેનો સાધ્વીજીઓ જ હતી ને? ધંધુકાની ધરતી પર છેલ્લી નિર્ધામણાની વેળાએ પોતાના પુત્રશ્રેષ્ઠ સમા આચાર્ય હેમચંદ્રાચાર્ય મહારાજા પાસે સવા લાખ શ્લોકની રચનાનો સંકલ્પ મેળવનાર માતા પાહિની દેવી પણ સાધ્વી જ હતાં ને? શય્યાતર શ્રાવિકાને ત્યાં મોટા થયેલા વજૂસ્વામી સાધ્વીજીના ઉપાશ્રય અથવા તો ઘોડિયામાં સૂતાં સૂતાં સાધ્વીના મુખેથી સાંભળીને શું અગિયાર અંગો નહોતા ભણ્યા? રુદ્રસોમા માતાની પ્રેરણાથી આર્યરક્ષિત (પુત્ર) ૧૪ પૂર્વનું જ્ઞાન લેવા ગુરુ પાસે ગયા. રહનેમિ મુનિને સંયમમાં સ્થિર રાજીમતીએ જ કર્યા હતા ને? કોશાવેશ્યાએ સિંહ ગુફાવાસી મુનિને સંયમમાં સ્થિર કર્યા હતા. સૂચિત ગ્રંથમાં સાધ્વી સમુદાય અંગે લબ્ધિવિક્રમ સમુદાયના પૂ. પ્રવર્તક મુનિરાજશ્રી હરીશભદ્રવિજયજી મહારાજશ્રીએ સારો એવો પ્રકાશ પાડ્યો છે. આ શ્રમણીરત્નોએ અકથ્ય કાર્યો કર્યા છે. પઠન, પાઠન અને સ્વાધ્યાયના ઘોષને જીવંત બનાવી રાખ્યો તો શ્રમણોના યોગદાનમાં પણ સહયોગી બનીને પ્રભુના શાસનનો જયજયકાર કરાવ્યો, સંઘની શ્રાવિકાઓમાં આરાધના કરાવી, તો સાથે સાથે દુર્ગમ અને દુષ્કર એવાં ક્ષેત્રોમાં વિચરણ કરીને સમાજને ધર્માધિનાથી લીલોછમ બનાવી રાખ્યો, જેમનાં કાર્યોની નોંધ લખતાં ગ્રંથનાં પાનાં ઓછાં પડે. સાક્ષાત સરસ્વતી સમી ઉપમાને વરેલાં આ શ્રમણીઓને ક્યા શબ્દોથી બિરદાવીએ? સમેતશિખરતીર્થનો જીર્ણોદ્ધાર કરનારા સાધ્વી શ્રી રંજનશ્રીજી અને શતાવધાની સાધ્વી નિર્મળાશ્રીજી મહારાજનું તથા મધ્યપ્રદેશમાં ધર્મસંસ્કાર ટકાવી રાખનારા સાગર સમુદાયની અનેક સાધ્વીઓનું મોટું યોગદાન છે.
સકલાગમ રહસ્યવેદી પૂ.આ.શ્રી વિજય દાનસૂરીશ્વરજી મહારાજે સુવિહિત સમુદાયમાં સાધ્વીસંઘનો પાયો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org