________________
૨૨
પરમેષ્ઠીઓના ઉપાસક બને છે. જો વિશ્વોપકારી અરિહંત પરમાત્માઓ અવસરે અવસરે આવતા ન હોત તો વૈશ્વિક મર્યાદાઓની કલ્પના પણ કેમ કરી શકાત? સર્વજ્ઞ તીર્થંકર ભગવાનના ૩૪ અતિશયો અને વાણીના ૩૫ ગુણોની વાતો સાંભળીને પણ લોકજગત ફીદા થઈ જાય. માટે જ કહ્યું છે કે પવિત્ર તત્ત્વ ચારિત્ર, જ્ઞે वा वर्णयितुं क्षमः ? नारका अपि मोदन्ते यस्य कल्याणपर्वसु ।
મૌન એકાદશીના દોઢસો કલ્યાણકના જાપમાં કે અન્ય સ્થાને પ્રકાશ પામેલા તીર્થંકર ભગવંતોનાં નામસ્મરણ પણ જીવાત્માઓને પુનિત-પાવન કરી શકે છે. દુન્વયી સમસ્ત શુભ ભાવો અને શુભ આચારોરૂપી સર્વધર્મોના પ્રવાહ-સ્રોતનું ઉદ્ગમસ્થાન વીતરાગ અરિહંત ભગવંત છે.
શ્રમણધર્મની
શ્રેષ્ઠતા અને ઉપકારિતા
શ્રમણસાધના અતિકઠોર હોય
છે. એનું વિવેચન ‘આચારાંગ સૂત્ર”માં કરવામાં આવ્યું છે. તેમાં જ શ્રમણ ભગવાન મહાવીરની સાધનાકાલીન તપસ્યાનું હૃદયસ્પર્શી વર્ણન કરવામાં આવ્યું છે. વિશુદ્ધ તપોમય જીવન જ શ્રમણધર્મનો આદર્શ છે અને એ જ શ્રમણધર્મનો સાર છે.
જિન શાસનનાં
Jain Education International
ભારતવર્ષમાં ધર્મદર્શન વિષયક પ્રમુખ બે સંસ્કૃતિઓ પ્રવર્તિત થઈ : ‘શ્રુતિ’(વૈદિક) અને ‘શ્રમણ.’ શ્રમણ સંસ્કૃતિના કેન્દ્રમાં છે ‘સમતા.’ સમતાના ઉપાસકો ‘સમન’, ‘સમણ' કે શ્રમણ કહેવાયા. સમત્વભાવના તો શ્રમણ પરંપરાના જૈનધર્મના પ્રાણસ્વરૂપ છે. મહેલ છોડી જંગલની વાટ પકડનારા, સંસારના સમસ્ત સુખોને તિલાંજલિ આપી આત્મકલ્યાણ હેતુ અટવી, ગામ, નગર કે સ્મશાનને પણ સમતાપૂર્વક વધાવનારા ઉપરાંત ઘોર તપ અને ઉપસર્ગો સહીને કેવળી ભગવંત બનનારા પ્રભુ પરમાત્માના મંગલ માર્ગે ન જાણે આજ સુધી કેટકેટલા સાધુ-સાધ્વી ભગવંતોએ પગ માંડીને આર્ય-અનાર્ય ભૂમિને પાવન કરી છે. ચક્રવર્તીઓ જેવા મહારથીઓ એક સાથે એકલાખ બાણું હજાર સ્ત્રીઓનો સુંવાળો સંસાર છોડી વીતરાગ માર્ગના વટેમાર્ગુ બને તે સામાન્ય વાત નથી. ‘“ામા વુર મા'' જેવાં શાસ્ત્રવચનો કે બિનાજ્ઞાપાનનું ચુરમ્ જેવી અગમચેતીઓની અવગણના કર્યા વગર સંસારસુધાનિ દિન ખુલ્લું મતિ, દુ:સ્વપ્રતિારમાત્રત્વાત્ જેવી આગમવાણીના આધારે જૈન શ્રમણો ન જાણે કેટકેટલાં કષ્ટો જિનાજ્ઞાપાલન હેતુ સ્વેચ્છાએ સહન કરતા હોય છે. વિહારાદિનો શ્રમ, લોચ, ભિક્ષા, માનાપમાન, ધર્મવિરુદ્ધ વાતાવરણ વગેરેને મૂક મોઢે સહન કરનાર સંયતો કે સાધ્વીજીઓને કારણે જ સામાજિક, ધાર્મિક કે વ્યાવહારિક એમ બધીય પ્રકારની મર્યાદાઓ જાહેર જીવનમાં સચવાયેલી જોવા મળે છે. સમસ્ત જીવરાશિને અભયદાન આપનાર સંયમીઓ ક્રોડો-અબજોના ધન-દાન કરનાર કરતાંય કઈ ગુણા આગળ જણાતા હોય છે, માટે જ તેમના પડતા બોલ અને તેમની આજ્ઞાઓ ઝીલાય છે અને જૈન-જૈનેતરો દાનધર્મ દ્વારા શાસનની અનેક પ્રવૃત્તિઓને દીપાવે
For Private & Personal Use Only
શ્રમણ પરંપરાને લાખ લાખ વંદનાઓ
www.jainelibrary.org