________________
ઝળહળતાં નક્ષત્રો
JAINTI
બોલાય છે કે “નયંતુ અહિયરસન” કારણ કે જિનેશ્વરો અનંતા થયા, થવાના, પણ તેઓ પણ “મો. તિસ્થ” શબ્દોચ્ચાર કરીને ચતુર્વિધ શ્રીસંઘરૂપી શાસનને નમસ્કાર કરતા હોય છે.
પશ્ચિમના કેટલાક દેશોમાં એક કહેવત છે કે તમે મને લોહી આપો, હું તમને શાંતિ આપે. એનો અર્થ એ થયો કે લોહીયાળ ક્રાંતિ વગર શાંતિ નથી. જ્યારે અત્રે આ આર્યભૂમિના જૈન શ્રમણોએ જગતની એ વિચારધારામાં તુમુલ યુદ્ધ મચાવી દીધું. જૈન શ્રમણોએ પૂરી દઢતાથી પણ શાંતિથી એવો સંદેશો ફેલાવ્યો કે, તમે પ્રેમ આપો, કરુણા આપો, વાત્સલ્ય વહાવો, તમને શાંતિ આપોઆપ પ્રાપ્ત થશે જ.
તીર્થકર ભગવાનની ઓળખ
તીર્થકર ભગવાનની ઓળખ એક જ શ્લોકમાં આ રીતે મળી જાય છે. प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नम्, वदनकमलमकः कामिनीसंगशून्यः । करयुगलमपि यत्ते शस्त्रसंबंधवन्ध्यः, तदसि जगति देवो वीतरागस्त्वमेव ||
પ્રશમરસમાં ડૂબેલ દૃષ્ટિયુગલ-નેત્રો, મુખારવિંદ કમળસમુ અંક નારીશૂન્ય, કરયુગલ પણ કોઈ શસ્ત્ર વગરનું હે તીર્થકર ભગવન્! તમે સાચે જ વીતરાગ છો. | તીર્થ એટલે ઓવારો, અર્થાત્ નદીને પાર કરીને ઉતરવાનું પવિત્ર સ્થાન. જે મહાત્માઓએ પોતાના જીવનકાર્યથી અને ઉપદેશથી અગણિત જીવોને, આ સંસાર નદી પાર ઉતરાવી છે. તે તીર્થસ્થાપક તીર્થકર કહેવાય. વિશ્વની અજાયબી જેવા જીવન-કવનથી ઉન્નત લોકોત્તર મહાપુરુષ તરીકે જાહેરમાં આવનાર અને ક્રોડાધિક દેવોથી પૂજાતા તીર્થકર ભગવંતો બાર ગુણોના ધારક હોય છે. આઠ પ્રાતિહાર્યો + ચાર અતિશયોવાળા ભગવાન અનંતા થયા અને થશે. તેમનું પાવનકારી શાસન ગણધરોની અદકેરી સહાયતાથી અને પરંપરાએ ઉદય પામતા યુગપ્રધાન કે ગચ્છનાયક આચાર્ય ભગવંતોની આચરણાથી સુપેરે આગળ ધપે છે. વર્તમાન ચોવીશીના ભરતક્ષેત્રના ચરમ તીર્થપતિ વર્ધમાન મહાવીર ભગવંતે ગત ચોવીશીની જેમ અનાગત ભાવિ ચોવીશીના તીર્થકરોના અને ત્રેસઠ ઉત્તમ પુરુષોનાં નામ વગેરે અંતિમ દેશનામાં પ્રકાશી પોતાની સર્વજ્ઞતાનો જાણે ફરી પુરાવો રજૂ કરી દીધો છે. મોક્ષ પુરુષાર્થના ખપી આત્માઓ માટે સર્વવિરતિ અને દેશવિરતિ ધર્મની ભગવંતોની પ્રરૂપણાઓ સચોટ હોય છે. તેઓશ્રી પોતાની દેશના સમવસરણ પરથી જ્યારે ફરમાવે છે ત્યારે સંગીતમય છતાંય અર્થપ્રચુર હોય છે, જેને સૂત્રબદ્ધ કરવાનું કાર્ય ગણધરો કરી લેતા હોય છે. પૂર્વકાળના જેને દ્વાદશાંગી કહેવાય છે પછી ૮૪ આગમો અને વર્તમાનમાં વિદ્યમાન ૪૫ આગમોમાં સાક્ષાત્ ભગવંતની
આપણા સુધી પહોંચાડવાનું કાર્ય શ્રતધરો અને બહુશ્રુતોએ કરી મહાન ઉપકાર કર્યો છે. આજે પણ તીર્થકર ભગવાનની ગેરહાજરી છતાંય તેમના શાસનની ગતિવિધિ યથાવત્ દેખતાં આશ્ચર્ય અને આનંદ થયા વગર ન રહે. ભગવાનની પરંપરાના આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતો પંચપરમેષ્ઠી કહેવાય છે, કારણ કે તેમનાથી શ્રેષ્ઠતમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ જગત આખાયમાં જોવા ન મળે. આત્મસાધના દ્વારા ઉત્કૃષ્ટ અવસ્થા પામીને જે જીવ તેમાં સ્થિર-સ્થિત બને તે પરમેષ્ઠી કહેવાય. આધ્યાત્મિક ઉત્ક્રાંતિ કે વિકાસની ક્રમિક કક્ષાઓ પ્રમાણે તેમના પાંચ પ્રકાર છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સંસારમાં જ સાધકરૂપે હોવા છતાંય સાંસારિક વિષય-કષાયોની વિડંબનાઓથી તેઓ પર હોય છે. ધનાઢ્યો પણ ગુણાત્ય એવા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org