________________
ઝળહળતાં નક્ષત્રો
*
*
Aો
'
આવી લોકોત્તર વાતો વિસ્તારથી સમજાવનાર છે માત્ર જિનેશ્વરો, જેઓનું પુણ્ય આ પૃથ્વીલોકમાં પ્રકૃષ્ટ તપતું હોવાથી દેવોથી લઈ દેવેન્દ્રો, માનવોથી લઈ દાનવો કે પશુ-પંખીઓ સૌને સદાય ઝુકતા કરી દે છે. હકીકતમાં જૈનધર્મ એ કોઈ સંસારસુખલક્ષી વ્યાવહારિક ધર્મ નથી, બલ્ક મોક્ષ પુરષાર્થને સાધવા તીર્થકર ભગવંતોએ પ્રરૂપેલો સૈદ્ધાંતિક માર્ગ છે. જેમ ગણિતના નિયમો અફર હોય છે તેમ કર્મોનાં ગણિત પણ નક્કર હોય છે. અનેકાંતને જાણવા અહિંસા ધર્મ સમજવો પડે અને તે અહિંસાનો પાયો છે અપરિગ્રહ. વર્તમાનમાં ફાલી કૂલી રહેલા ભૌતિકવાદ, ભોગવાદ, ભ્રમણ અને ભ્રમણાવાદથી સાવ વિપરીત લાગશે જિનશાસનનો કર્મવાદ, સ્યાદવાદ કે અધ્યાત્મવાદ. છતાંય બિનહરીફ જિનશાસનને પામવાસમજવા તેની આચાર-વિચાર સંહિતાનો પ્રગાઢ પરિચય કરવો પડે. અનંતકાળ વીતી ગયો છે, તેમાં અનંતા જિનેશ્વરો થઈ ગયા છે અને ભાવિકાળમાં પણ અનંત તીર્થકર ભગવાન થવાના છે, જેઓ તે તે સમયે થનારા જીવોના હિતાર્થે મોક્ષમાર્ગની અનુત્તર સમજણ આપી ગૂઢ અને ગાઢ ઉપકારની હેલી વરસાવે છે. આમ જિનશાસનની માર્ગણાઓથી અનંતાત્માઓ તર્યા અને તરવાના. છતાંય એક તીર્થપતિને તેમનો શાસનકાળ સીમિત વરસો કે કાળનો હોય છે, પણ પ્રવાહથી જોવામાં આવે તો જિનશાસન અનાદિ-અનંતકાળ માટે સ્વયંસિદ્ધ છે. રાગ-દ્વેષ અને મોહની શિરજોરી ટાળી આત્માના અનુશાસન માટે જિનશાસનની સ્થાપના
નH ATTI7.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org