________________
જિન શાસનનાં
પુણહૂિતિના પગથારે ઃ જિનશાસન વંદના
(સંપાદક-પ્રકાશકનું નમ્ર નિવેદન)
e. (પુવચન)
[i]Sodies
'શામળ મહી જિનશાસન નીયાના મંગલવચન નમસ્કાર!
વીતરાગ સર્વજ્ઞ વંદના, અણગાર વંદના, નવપદ વંદના, સાધર્મિક સ્વરૂપ
શાસનરક્ષક દેવદેવી અન્યને પ્રણામ. શ્રી ઋષભદેવ પરમાત્મા રાજાઓમાં, સાધુઓમાં અને તીર્થકર ભગવંતોમાં આદિ, અર્થાત્ પ્રથમ થયા. આ ધરતીના એ સર્વપ્રથમ ત્યાગી પુરુષ હતા. આમ, ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ પરંપરાઓમાં જૈન શ્રમણ સંસ્કૃતિએ જે મહાન યોગદાન આપ્યું છે, તેનાથી સમસ્ત માનવજગત નિરંતર બાહ્ય અને આત્યંતર દૃષ્ટિએ નિરામય થતું રહ્યું છે. આર્યાવર્તની આ ગૌરવવંતી પુનિતપાવન રત્નગર્ભા ભૂમિ ઉપર જે જે અગણિત પ્રાતઃસ્મરણીય મહાપુરુષોનાં પાવન પગલાં પડ્યાં તે સૌ વંદનીય વિભૂતિઓને, સૌપ્રથમ પરમતારક વીતરાગપરમાત્મા જેઓ આત્મપ્રકાશના સ્વામી અને ત્રણેય લોક માટે મંગલસ્વરૂપ બન્યા છે, જે સૌના તારક અને ધારક રહ્યા છે, એવા ત્રિજળનાયકને પંચાંગ પ્રણિપાત કરું છું. મંગલ અને કલ્યાણને કરવાવાળાં નવેય પદોને ત્રિવિધ નમસ્કાર હોજો. જાગૃત સાધર્મિક એવા સમ્યગુદૃષ્ટિ દેવદેવીઓને પ્રણામ કરી તેઓની વિશેષ સહાય ઇચ્છું છું. અણગારોને પણ વારંવાર વંદના કરું છું. જૈન આચારવિચારને પાળનારા અને અનુમોદન કરનારા તેમજ પ્રેરણા આપનારા સર્વ ઉપકારીઓને પણ ભાવથી વંદન કરીને આ નિર્મળ અને નિર્ભય નજરાણું
જૈનશાસનને ચરણે ધરૂ છું. જિનશાસનનું વાસ્તવિક સ્વરૂપ
આત્માને પરમાત્મા બનાવવાની સકળ કળાનું માર્ગદર્શન આપનાર છે જિનધર્મ. મોક્ષ છે, તેના ઉપાયો છે, તે માટે સાધનાનું સાધન છે એકમાત્ર માનવભવ.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only