________________
આરુગનો અર્થ-ભાવ આરોગ્ય (સ્વસ્થતા) એવો અર્થ કરવો ન જોઈએ. તે માટે જૈન દષ્ટિકોણની ચર્ચા કરી રહ્યા છે, કારણ કે તેમણે સ્વાથ્યને સૌંદર્ય, શૃંગાર અથવા ભોગનું સાધન નહિ, પરંતુ મોક્ષનું જ સાધન બનાવ્યું.
માંદગીને વધવા ન દો' – આ તેમનું સૂત્ર હતું
જે સજાગ અને સ્વસ્થ હોય છે, તેમને થોડો જ ફેરફાર તરત જ ખ્યાલમાં આવી જાય છે અને તે માટે તેમને સહજ ચિંતા થતી હતી. બીજું, જ્યારે કોઈ સમસ્યા નાની હોય ત્યારે તેનું સમાધાન કરવું સરળ હોય છે. આ બીજી વાતમાં ઊંડો અનુભવ અને અત્યંત કૌશલ્ય સમાયેલું છે. | મુંબઈમાં ૪૫ વર્ષ સુધી કોઈ મોટા ઘરમાં રહેવાની સુવિધા પ્રાપ્ત થઈ ન હતી, પરંતુ તેઓ દિવસમાં કેટલીય વાર ઊંચો દાદરો ચઢી-ઉતરીને પણ પછી મરીનડ્રાઈવ કે હેન્ગીંગ ગાર્ડન ચાલવા જતા. કોઈક વાર ત્યાં સુધી ન જઈ શકાય તો નાના એવા રૂમમાં પણ સેંકડો ચક્કર લગાવતા પણ ઘણી તન્મયતાથી નિયમિત યોગાસન કરી લેતા હતા.
તેમણે જાણી લીધું હતું કે સ્વાચ્ય, સેવા અને આત્મકલ્યાણ આ ત્રણે એકબીજા પર આધારિત છે.
મારું એવું માનવું છે કે તેમના જેવી વ્યક્તિ સંસારથી મુક્ત થવા માટે જ સંસારમાં આવે છે. તે સમજી જાય છે કે “સ્વતંત્ર થવા માટે “સ્વસ્થ હોવું જરૂરી છે. આવી ઊંડી અને સ્પષ્ટ સમજ કોઈ વિરલને જ હોય છે.
એમણે મને ઘણી વાર ચેતવ્યો હતો કે મોહ ન રાખવો; હું એમની એ ચેતવણીને પ્રૌઢ થયા પછી જ થોડી થોડી સમજી શક્યો છું.
એમના વ્યવહારનું વિશ્લેષણ કરવાથી કેટલાક સિદ્ધાંતો સમજમાં આવે છે.
અનાવશ્યક ચર્ચા-પ્રપંચ કરવો નહીં. પ્રપંચ કરતાં કરતાં તથ્થો ઘટનાઓની સાથે બીજાઓના અભિપ્રાય જોડાઈ જાય છે અને સ્વયં આપણે પણ અભિપ્રાય બાંધવા-બનાવવા મંડી પડીએ છીએ, એવું કરવાથી મનમાં વ્યર્થ કષાયો વધે છે એન એમની છાયા સંબંધો ઉપર પડે છે.
એક સૂક્ષ્મ પ્રભાવ પડે છે કે આ સિવાય અભિપ્રાય ઊંડા રાગ-દ્વેષમાં બદલાઈ જાય છે. આનાથી ભરાયેલું મન સરળતાથી નિર્ણયો લઈ શકતું નથી, કાર્ય પણ કરી શકતું નથી.
18