________________
મુંબઈ આવ્યા પછી સેવાના નવા અનેક ક્ષેત્રો ખૂલ્યાં, જેમાં એક કામ આજીવન ચાલ્યું. એ હતું બહારથી આવતા વિદ્યાર્થીઓને મદદ કરવી. અજાણ્યા વિદ્યાથીઓની સાથે જઈ તેમને છાત્રાલયમાં દાખલ કરાવવા; સી.એ. કોર્સ માટે આર્ટિકલ તરીકે રખાવવા, તેમના માટે ડીપોઝીટ ભરવી, નોકરી અપાવવી વગેરે. તેમાંથી કેટલાક વિદ્યાર્થીઓ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનારા પણ નીવડ્યા.
આ બાબતમાં એટલા ઉત્સાહી હતા કે કેટલાય લોકોને પોતાના નાના ઘરમાં લાવીને રાખ્યા. બે યુવકોના પિતા બનીને લગ્ન પણ કરાવ્યું. આ એમના અદૂભૂત આત્મવિશ્વાસ અને પત્નીના અનુપમ સાથને કારણે શક્ય હતું. વધારે સંપત્તિ ન હતી અને ૬ બાળકોનો પરિવાર હોવા છતાં આ બધું ચાલ્યા કર્યું. ૨૦૦૧માં એક યુવક દીપકભાઈને ઉપાશ્રયમાંથી લાવ્યા હતા. કેટલાય માસ ઘેર રાખ્યો. અને હીરાનું કામ સીખવાડ્યું, મૂડી આપી. પ્રેમ અને પ્રેરણા આપ્યાં. આજે તે સફળ વ્યાપારી અને આદર્શ ગૃહસ્થ છે.
તેઓ કહેતા, માત્ર હોંશિયાર વિદ્યાર્થીને જ મદદ કરો જેની ઇચ્યા પ્રબળ હોય તેને વિશેષ મદદ કરો.”
આગળ વધો અને અન્યને આગળ વધવાની પ્રેરણા આપો.” એ જ રૂપચંદજીનું સૂત્ર હતું.
તેઓ પોતે પણ અપરિગ્રહી હતા.
ગરીબોની હોસ્પિટલમાં જવાની શરૂઆત વ્યાપારમાં હતા ત્યાથી કરી દીધેલી. એમણે ત્રણ હોસ્પિટલોમાં અભિયાન શરૂ કર્યું – સેન્ટ જ્યોર્જ, જી. ટી. અને કામ. ધીરે ધીરે કે. ઈ. એમ, કસ્તુરબા, નાયર અને જે. જે. ને પણ તે અભિયાનમાં જોડી દીધાં. વિશાળ કદની જે. જે. માં અઠવાડિયામાં એક વાર જતા અને અન્ય જગ્યાએ ર-૩ વાર. અઠવાડિયામાં પ-૬ દિવસ પૂરા પ-૬ કલાક આ કામમાં વ્યસ્ત રહેતા. કોઈ પણ કારણસર આ કાર્યમાં વિબ આવે તે તેઓ સહન કરી શકતા નહોતા.
સને ૧૯૯૬માં પોતે જ કેન્સરમાં સપડાયા. રોગના ઉપચાર (રેડીએશન) વખતે પણ તેઓ નિયમિત રીતે હોસ્પિટલોમાં જતા હતા. પરિવાર તેમના સ્વાધ્ય અંગે ચિંતિત હતો. ત્યારે પણ તેઓ તો મસ્ત હતા લોકસેવામાં જ. તેઓ દરેક દર્દી પાસે જતા અને સ્નેહ દર્શાવતા. સુખદુઃખની વાતો કરતા. જે પણ નાનામાં નાનું અને મોટામાં મોટું કામ હોય તે કરતા. તન, મન અને ધનથી દરદી સાથે