Book Title: Jain Ras Vimarsh
Author(s): Abhay Doshi, Diksha Savla, Sima Ramhiya
Publisher: Veer Tatva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ પૂ. બાપુજી કહેતા : આપણાં અસ્તિત્વના ત્રણ પાસાં છે : તન, મન અને ધન. મન સૌથી વ્યાપક છે. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આપણે સૌથી વધારે સમય અને શક્તિ ધનના ક્ષેત્ર ઉપર ત્યાર પછી તન ઉપર અને ઓછામાં ઓછો સમય મન પાછળ આપીએ છીએ. પૂજ્ય બાપુજી રોજ જિનેશ્વર ભગવાનની પૂજા કરતાં. પૂજા ઘણી જ શાંતિથી કરતાં, સારગર્ભિત એવા ચૈતન્યવંદન અને સ્તવન જ ગાતા. તેઓશ્રી રોજ સામાયિક કરતા. નવરાશના સમયમાં પણ સામાયિક કરતા. શ્રી ચીમનભાઈ ચકુભઈ શાહનો દાખલો આપતા કે રોજ એક સામાયિક કરવાના નિયમને કારણે તેઓ આટલા મોટા વકીલ, સમાજ્ઞેવક અને સાહિત્યકાર બની શક્યા હતા. રોજ સવારસાંજ નવસ્મરણના પાઠ અને ગુરુદેવ વિજ્ય ધર્મસૂરિની પૂજા, જાપ, આરતી, ઈત્યાદિ કરતા. આ બધું અર્થપૂર્ણ રીતે અને પરમ ભક્તિભાવથી કરતા હતા. નિયમોનું શાંતિપૂર્ણ અનુશાસન કરતા, તેમના નિયમોમાં કદીય ચૂક નથી આવી. છેલ્લા મહિનાઓમાં અસ્વસ્થ હોવા છતાં યથાશક્તિ નિયમો પાળતાં. તેઓ ભારપૂર્વક કહેતા કે, એવા અને એટલા નિયમો ન રાખો જેથી તમને કે અન્યોને તે નિયમો ભારસ્વરૂપ લાગવા માંડે.’ પર્યુષણમાં ઉપવાસ ઉપરાંત દરરોજ આઠ સામાયિક કરતા. આખો દિવસ મૌન રાખતા, સામાયિકમાં નવકારનો જાપ, પૂ. વૃદ્ધિચંદ્રજી મહારાજ સાહેબ, પૂ આનંદઘનજી મ.સા., પૂ. યશોવિજ્યજી મહારાજ રચિત સાય, સ્તવનનો સ્વાધ્યાય કરતા. ધ્યાન કરતા. સંવત્સરીના દિવસે ઉપાશ્રયમાં કલ્પસૂત્ર સાંભળતા અને ઘરે પણ વાંચતા. ઘણાં વર્ષોથી સમગ્ર પરિવાર સાથે સવાર સાંજ પ્રતિક્રમણ કરતા. – પૂ. બાપૂજીએ કરોડો નવકા૨ જાપ કર્યા. ૧૫-૨૦ વર્ષથી રોજ યશોવિજ્યજી રચિત જ્ઞાનસાર, તત્ત્વાર્થ સૂત્ર અને યોગસારનો સ્વાધ્યાય કરતા. ૧૭ વર્ષથી રોજ શ્રીમદ્ ભાગવદ્ ગીતા તથા આદ્ય શંકરાચાર્ય રચિત ‘ભજગોવિંદમ્’ વાંચતા. તેમની ભક્તિમાં પ્રેમ ઉભરાતો હતો – રૂઢિ જરા પણ નહીં. તે કહેતા કે શુદ્ધ હોય તોપણ લોકોથી વિરુદ્ધ હોય તે ન કરવું, ન આચરવું.’ આટલા માટે આપણી પોતાની સમજ સાચી હોય તો પણ આવશ્યકતા ન હોય તો લોકોથી વિરુદ્ધ કામ ન કરવું. ધર્મ સગવડિયો ન થઈ જાય તેનું તે હંમેશા ધ્યાન રાખતા. આત્મશુદ્ધિ માટે તપની અનિવાર્યતા તેમને પૂર્ણ રૂપે પ્રાપ્ત હતી. તેમાં પણ 14

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 644