Book Title: Jain Ras Vimarsh
Author(s): Abhay Doshi, Diksha Savla, Sima Ramhiya
Publisher: Veer Tatva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 14
________________ લેવો, સ્વાતંત્ર્યવીરોને સહકાર આપવો વગેરે રૂપચંદજીની પ્રવૃત્તિ બની અને લગ્ન માટે શરતો મૂકી, ખાદી જ પહેરશે અને જૈન વિધિથી જ લગ્ન કરશે. અને દૃઢ માનવીની આ શરતો સ્વીકારાઈ અને લગ્નની શરણાઈ ગૂંજી ઊઠી. રૂપચંદજીને દાદા ગુરુ પૂ. આચાર્ય વિજય ધર્મસૂરિજીમાં અનન્ય શ્રદ્ધા હતી. જીવનની વિકટ પળોએ એઓ બાપજી'ને યાદ કરતા અને સહાય મળી રહેતી. રોજ સવાર-સાંજ આ ‘બાપજી'ની એઓ આરાધના કરતા. આ આરાધના એમનામાં શ્રદ્ધા, સંસ્કાર અને બળ જન્માવતા. આ આરાધના જ એમની બધી સફળતાનો આત્મા હતી. હવે કેટલાંક અમી છાંટણા શબ્દો એમના સુપુત્ર વલ્લભભાઈની ઉપર નિર્દેશેલ પુસ્તિકામાંથી અવતારીએ : મહામાનવ રૂપચંદજીનું જીવન એટલી બધી ઘટનાઓ અને પ્રતિભાઓમાંથી અલંકૃત છે કે તેને સંક્ષિપ્તમાં લખવાનું અસંભવ છે. રૂપચંદજીને શિવપુરીથી નાની ઉંમરમાં જ વિભિન્ન વિષયોમાં રસ પડ્યો. અને તેનાથી આરંભ થયો પુસ્તક સંગ્રહનો અને તેમાંના દરેક પુસ્તકના અધ્યયન અને ચિંતનનો. યોગ, સાહિત્ય, વિભિન્ન મતોના ધાર્મિક પુસ્તકો અને ગ્રંથો, ઇતિહાસ, કાવ્ય, ઇત્યાદિ વાંચ્યા. અને યથાશક્તિ બાળકોને વંચાવ્યાં. જ્યોતિષશાસ્ત્ર તથા હસ્તરેખાશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો. જ્યોતિષ છોડીને આયુર્વેદને અપનાવ્યું. આયુર્વેદના પુસ્તકોનો વિપુલ સંગ્રહ કર્યો. ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેને સેવાનું માધ્યમ બનાવ્યું. અનેક ઔષધિઓ બનાવી. જીવનભર પોતાનું સ્વાસ્થ્ય સાચવ્યું. (સોનેરી વાળને કાળા બનાવ્યા અને અંત સુધી વાળ કાળા રહ્યા.) અન્યોની સેવા કરી, ત્યાં સુધી કે હૉસ્પિટલમાં ડૉક્ટરો તથા નર્સોના પણ ઉપચાર કર્યાં. હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત ભાષાઓ ઉપર સારી નિપુણતા. જૈન સૂત્રો, સ્તોત્રો અને અનેક શાસ્તોનું, ગીતાના શબ્દ, અર્થ અને ભાવાર્થનું જ્ઞાન. ઘણું બધું કંઠસ્થ. વિષયના દરેક પાસા પર ચિંતન કરતા અને તેને આત્મસાત્ કરતા. તેમની ટિપ્પણો અદ્વિતીય, સરળ અને માર્મિક હતી. કોઈ પણ વિષય પરની વાત સંક્ષિપ્ત હોય. ચર્ચા નહીંવત્, કદાગ્રહ ક્યારેય નહીં. 13

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 644