________________
સહજ અને અત્યંતર તપની. તપના તમામ પ્રકાર તેમણે અપનાવ્યા હતા. સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ બધું તેમના જીવનમાં હતું.
રોજ ૪-૪.૩૦ વાગે ઊઠતા. ૧૨ વર્ષની ઉંમરથી જ આ નિયમ બનાવ્યો હતો. ૮૫ વર્ષની ઉંમર સુધી પૂર્ણ રીતે સ્વાવલંબી જીવન હતું. જાતે જ કપડાં ધોવાં, પથારી ઉપાડવી, પાણી ગરમ કરવું ઈત્યાદિ. ઘરમાં દીકરા, વહુઓ, નોકર બધાં જ હતાં. પણ સંભવતઃ કોઈને પણ કશું કામ કરવાનું કહેતા ન હતા. બહુ જ નાની ઉંમરથી ચૌદશનો ઉપવાસ, પ્રતિક્રમણ ઈત્યાદિ કરતા. લગભગ ૬૫ વર્ષ સુધી આ નિયમનું પાલન કર્યું. દ્રુપ અઠ્ઠાઈઓ (આઠ દિવસના ઉપવાસ), ૧૦-૧૨૫ નવપદજી (નવરાત્રીના નવ દિવસના આયંબિલ તપ કર્યા. આયંબિલ દરમિયાન મંદિરમાં માત્ર ખમાસમણાં ઈત્યાદિ કરતા અને પૂજા ઘેર વાંચતા.
૮૯ વર્ષની ઉંમરે છેલ્લી અઠ્ઠાઈ કરી. તેઓ કહેતા, “શક્તિ પ્રમાણે તપ કરવું જ જોઈએ. તેનાથી ઓછું કે વધારે પણ નહીં. શક્તિથી વધારે તપ કરવાથી અહંકાર અને મિથ્યાત્વનો ભાવ જાગે છે; ઓછું કરવાથી પ્રમાદ ઉપર વિજય પ્રાપ્ત થતો નથી.”
પૂ. બાપુજીએ ૪૨ વર્ષ (૧૯૬૫ થી ૨૦૦૭) પત્ની રૂપકુંવરનો વિયોગ સહજ અને સમતાપૂર્વક સહન કર્યો.
તેમનું જીવન ગાંધીજીથી પ્રેરિત હતું. ખાદી પહેરતા હતા. રૂમાલ, ટુવાલ, જૂતાં બધું જ ખાદીભંડારમાંથી લાવતાં હતાં. જરૂરિયાતો ઓછામાં ઓછી રાખતા. ૪૦ વર્ષ પહેલાં વર્ષમાં રૂ. ૫૦ પચાસ)ના સ્વખર્ચનું લક્ષ્ય હતું. મોંઘવારીને કારણે વધુમાં વધુ રૂ. ૨000 થઈ ગયું હશે. ધોતી, ઝભલ્મો, ટોપી અને બંડી જ પહેરતા. પરંતુ કોઈ રૂઢિ ન હતી.
સત્ય અને પ્રેમની એક ઝલક : ભાગીદારીના ધંધામાં ગડબડ થતી દેખાઈ એટલે છૂટા થઈ ગયા. આર્થિક તંગીએ તેમને ભીંસમાં મૂક્યા. નોકરી કરવા નીકળી પડ્યા. શેઠજીએ થોડા દિવસ બાદ કહ્યું કે બે નંબરનો હિસાબ પણ રાખવો પડશે. તેમણે ના પાડી અને પગાર ચારસો રૂપિયાથી અઢીસો રૂપિયા થઈ ગયો. આ સમય એવો હતો કે જ્યારે ડોક્ટરની ફી પણ બાકી રહેતી. ભલે બાકી રહે તો ઈમાનદારી-સત્ય સૌથી પહેલું હોય.
રાજકારણમાં સ્વાર્થનો પ્રવાહ જોઈને તેમણે રાજકારણનો સદંતર ત્યાગ કરી દીધો.
15