________________
પાટણના ચશ્વભંડાર
ઐતિહાસિક પ્રબંધો–ને આભારી છે. એ પ્રબંધો કેવળ રાજકીય ઈતિહાસ માટે જ નહિ, પરંતુ સમાજ અને સંસ્કૃતિના અભ્યાસ માટે પણ ઘણા ઉપયોગી છે. એ સાહિત્ય એટલું વિશાળ છે કે અહીં તેની નામાવલિ પણ આપવાનો અવકાશ નથી. જિજ્ઞાસુએ “ગૂજરાતના મધ્યકાલીન ઈતિહાસની સાધનસામગ્રી” એ નામનું મુનિશ્રી જિનવિજયજીનું વ્યાખ્યાન અથવા શ્રી મોહનલાલ દેસાઈકૃત ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” એ પુસ્તકનાં મધ્યકાલીન સાહિત્યને લગતાં પ્રકરણે જેવાં.
વળી જૈન ધાર્મિક ગ્રંથો ઉપરાંત જૈનોએ લખેલું સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્ય, જેવું કે ચરિત્ર, કથા, કોશ, અલંકાર, નાટક, કાવ્ય, વ્યાકરણ, તર્ક, શિલ્પ, વૈદક, જ્યોતિષ એ સર્વમાં પણ પાટણના ભંડારની સમૃદ્ધિ સૌથી વધારે છે.
અને એ ભંડારોમાંથી અપભ્રંશ સાહિત્ય આટલા મોટા પ્રમાણમાં ન મળ્યું હોત તો આ ખબર પણ કને પડત કે આજની ગૂજરાતી, મરાઠી, રાજસ્થાની, હિંદી અને બંગાળી ભાષાઓ એ અપભ્રંશની પુત્રીઓ છે? સાધારણ રીતે એમ માનવામાં આવે છે કે પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં ગદ્યલેખન વિરલ હતું, પરંતુ ભંડારોમાં પડેલું ચૌદમાથી ઓગણીસમા સૈકા સુધીનું વિપુલ ગદ્યસાહિત્ય જે એકત્ર કરવામાં આવે તો બહત કાવ્યદોહન જેટલા પચીસ ગ્રંથ તો સહેજે બહાર પાડી શકાય. એ સિવાય પણ અપભ્રંશ અને પ્રાચીન ગૂજરાતીનું જે વિશાળ સાહિત્ય એ ભંડારોમાં પડ્યું છે તે ગુજરાતના સેંકડો વિદ્વાનોને સદીઓ સુધી સંશોધન માટેનો ખોરાક પૂરો પાડી શકે તેમ છે.
રાજપૂત ચિત્રકલાના જૂનામાં જૂના નમૂના કરતાં યે દોઢસો બસો વર્ષ જેટલા પ્રાચીન ગુજરાતી ચિત્રકળાના નમૂનાઓ પાટણની તાડપત્રની પ્રતિમાંથી મળી આવે છે, એ ગૂજરાત માટે ગૌરવ લેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org