________________
નરસિંહ પૂર્વેનું ગૃજરાતી સાહિત્ય
ખાળ્યું હતું અને પાછળથી પ્રાચીન ગુજરાતીનું વધુ સાહિત્ય મળી આવતાં તેમને એ મત તદ્દન વાસ્તવિક હોવાનું જણાયું છે.
હેમચંદ્રની સાહિત્યપ્રવૃત્તિ વિક્રમના ભારમાં શતકના ઉત્તરાર્ધમાં વિકાસ પામી હતી, એટલે પ્રાચીન ગુજરાતીનેા ઉદ્ગમકાળ લગભગ એ જ નક્કી કરવામાં આવે તે તે કંઇ વધારે પડતું નથી. તેરમા ચૌદમા શતકમાં તે। ગૂજરાતી સ્પષ્ટ રીતે સાહિત્યભાષાનું સ્થાન પામી ચૂકી હતી અને તે પૂર્વે કેટલાક સૈકાએ થયાં, તે ખેલાતી હોવી જોઇએ. સ. ૮૩૫માં પ્રાકૃતમાં રચાયેલ દાક્ષિણ્યચિહ્નસૂરિષ્કૃત કુવલયમાલા ’માં નીચે પ્રમાણે એક ઉલ્લેખ મળે છે—
<
घणलोणिय पुगे धम्मयरे सधिविग्गहे निउणे ।
"
6
ण उरे भल्लउं भणिरे अह पेच्छइ गुज्जरे अवरे ॥
અર્થાત્ પછી ગૂર્જર લેાકાને જોયા. એ લેાકા ઘી અને માખણથી પુષ્ટ શરીરવાળા, ધર્મપરાયણ, સંધિવિગ્રહમાં નિપુણ અને ‘ ણ ઉરે ભલ્લઉં’ એમ ખેલનારા હોય છે.
લાટના પ્રદેશને પણ અત્યારે તે! ગૂજરાતમાં સમાવેશ થાય છે. એ વિષે તેમાં નીચે પ્રમાણે ઉલ્લેખ છે—
पहा ओलित्तविलिते कय सीमंते सोहियंगत्ते ।
6
'अम्हं काउं तुम्हें' भणिरे अह पेच्छर लाडे ॥
(
અર્થાત્ પછી લાટના લેાકાને જોયા. એ લેાકા માથામાં સેથે પાડનારા, લેપન કરનારા, સુશોભિત શરીરવાળા અને ' અમ્ડ ટાઉ તુમ્હે' એમ ખેલાનારા હોય છે.
જો કે આ અવતરણા ઉપરથી કાઇ દૂરસ્થ અનુમાનેા ખેંચવાનુ મુશ્કેલ છે, છતાં તે વખતના ગૂજરાતી એક વિશિષ્ટ ખેાલી હાવાને ખ્યાલ આપણને તે ઉપરથી થાય છે. જેસલમેરના ભંડારમાંથી સ.
૧૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org