________________
આયુર્વેદનું સંશોધન
(૧) લાંબી સુષુપ્તિ પછીની જાગૃતિ બ્રિટિશ મેડિકલ એસોસિયેશનના સેક્રેટરી ડે. જી. સી. એન્ડર્સને થોડા સમય પહેલાં એક છાપાજોગી મુલાકાતમાં જણાવ્યું હતું કે જે પ્રયત્નપૂર્વક સંશોધન કરવામાં આવે તો આયુર્વેદની વૈદકપદ્ધતિ હિંદમાં અગ્રસ્થાન લઈ શકે તેમ છે, એટલું જ નહીં પણ પાશ્ચાત્ય વૈદકપદ્ધતિઓને પણ તેમાંથી કેટલુંક જાણવાનું મળે તેમ છે.
જેમણે ઓછાવત્તા પ્રમાણમાં પણ આયુર્વેદને અભ્યાસ કર્યો છે તેઓ જાણે છે કે જેમને વિકાસ કરી શકાય એવાં આયુર્વેદનાં કેટલાં બધાં અંગે, સંશોધન પ્રત્યેની ઉદાસીનતાને લીધે જ, અસ્પષ્ટ પડ્યાં રહ્યાં છે. આયુર્વેદીય વૈદષ્પદ્ધતિ એ દુનિયાની સર્વ પદ્ધતિઓમાં પ્રાચીન છે, વૈજ્ઞાનિક છે, સૂક્ષ્મ અવલોકન અને પ્રયોગપુર:સર તેની રચના થઈ હોવી જોઈએ એમ આયુર્વેદના જે પ્રાચીનતમ ગ્રન્થો આપણી સમક્ષ છે તે પરથી જોઈ શકાય છે.
ઈસવી સનના સોળમા સૈકામાં વિસેલિયસ નામે એક બેજિયન તબીબે, પ્રત્યક્ષ પ્રયોગો વડે શારીરવિદ્યા (Anatomy) વિષેના યુરોપિયનોના અજ્ઞાનને નાશ કરવાની શરૂઆત કરી ત્યાર પછી જુદા જુદા દેશના તબીબોના અવિરત પ્રયત્નો બાદ, ઈસવી સનના આ વીસમા સૈકા સુધીમાં શારીરવિદ્યા અને શસ્ત્રક્રિયા એ બને ક્ષેત્રમાં પાશ્ચાત્ય વિજ્ઞાને જે પ્રગતિ કરી છે તે ખરેખર આશ્ચર્યજનક છે.
૨૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org