________________
ઇતિહાસની કેડી
કહેવામાં આવે તો આપણામાંના ઘણા સજજનો એવા છે કે જેઓ આયુર્વેદનું કેવળ નાટક રચી રહ્યા છે. તેની આડે કાઈ લોપિથી અથવા હોમીઓપેથી દ્વારા પોતાનું કામ ચલાવે છે. મારે કહેવું પડશે કે તેમને પિતાના ઘરવાળાઓ પર વિશ્વાસ નથી....... આપણે કર્માભ્યાસનો છેક જ ત્યાગ કર્યો છે. તૈયાર મળતી દેશી-વિદેશી વસ્તુઓ. વડે જ આપણે કામ ચલાવી રહ્યા છીએ.”
આયુર્વેદનો ઉપયોગ કરનારાઓ પૈકીને મોટો ભાગ સમયની સાથે આગળ વધી શક્યો નથી. ચરક કે સુશ્રતની સંહિતાઓ રચાઈ ત્યારે જે રોગનું નામનિશાન નહોતું તેવા રેગે જેમ કે મેનિનજાઇટિસ રિકેટ, બ્લડપ્રેશર વગેરે ઉદ્ભવેલા છે અને જૂની પદ્ધતિ પ્રમાણે જ કાર્ય કરનારા વૈદ્યરાજે એ સર્વનું અદ્યતન જ્ઞાન ધરાવે છે એમ માની શકાતું નથી.
આયુર્વેદના કેટલાક પ્રશંસકે આયુર્વેદીય નાડી જ્ઞાનનાં બેહદ વખાણ કરે છે અને આયુર્વેદની પ્રતિષ્ઠા માત્ર તેને જ આધારે જળવાઈ રહી હોવાનું જણાવે છે. કેટલાક વૈદ્યો પણ માત્ર નાડી વડે જ રોગ પારખવાનો દાવો કરે છે. આ દાવો કેટલો પોકળ અને અર્થહીન છે તે વિષે હું કંઈ પણ જણાવ્યું તે કરતાં, પાશ્ચાત્ય અને પૌત્ય શાસ્ત્રોનો તુલનાત્મક અભ્યાસ કરનાર માન્ય વૈદ્યને અભિપ્રાય ટાંક તે જ વધારે ઇષ્ટ છે. એકવીસમા નિખિલ ભારતવર્ષીય આયુર્વેદ મહાસંમેલનના પ્રમુખ કવિરાજ ગણનાથ સેન સરસ્વતી નાડી જ્ઞાન વિષે જણાવે છે કે “માત્ર નાડી તપાસીને બધા રોગો પૂરેપૂરી રીતે જાણી લેવાની ગૂઢ નાડીવિદ્યા કે જેની સાધારણ જનસમૂહ અને કેટલાક વૈદ્યો પણ ભારે સ્તુતિ કરે છે તે નાડી પરીક્ષાનો પ્રાચીન મહર્ષિઓએ તથા ચરક, સુશ્રુત, વાલ્મટ અને ચક્રપાણિ જેવા આચાર્યોએ જરા પણ ઉલ્લેખ કર્યો નથી; જેથી આ સંપ્રદાય પાછળથી નીકળ્યો છે એ નિઃસંશય છે. છેલ્લા કેટલાક સૈકાઓમાં થયેલા
૨૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org