________________
ઇતિહાસની કેડી
થયે જતી સ્થિતિને અને વિલાસના એક સાધન તરીકેની તેની ગણનાનો પણ ખ્યાલ આવે છે. હિન્દુ કામશાસ્ત્રના અભ્યાસ પરથી સામાજિક ઈતિહાસનો આખો ગ્રન્થ લખી શકાય તેમ છે.
કેટલાક સંસ્કૃત ગ્રન્થમાં સગર્ભા સ્ત્રીને છોકરે જ પેદા થાય એવી ઔષધિઓ બતાવેલી છે. આવી ઔષધિઓ કેવળ વહેમ અને અજ્ઞાનનું જ પરિણામ છે એમ ઘણા માનતા અને હજી પણ માને છે. પણ પ્રો. સેંસે સપ્રગ એમ પુરવાર કરી બતાવ્યું છે કે સગર્ભા સ્ત્રીના પેશાબમાં જે સાકર જતી અટકે તો સંતાન નરજાતિનું જ થશે. પેશાબમાં સાકર જવાને લીધે શરીરની ગરમી ઓછી. થાય છે અને એક વિદ્વાને મરઘાં, મધમાખીઓ વગેરે પ્રાણીઓ પર પ્રયોગ કરીને પૂરવાર કર્યું છે કે ગરમી વધારે તેમ નર વધારે. સગર્ભા સ્ત્રીઓના પેશાબમાં સામાન્ય રીતે સાકર જાય છે અને સાકર જવી તે બીજની પરિપકવતાને ઘટાડનાર છે. આમ થવાને લીધે, વધારે સાકર જવાથી નબળી જત–એટલે કે માદા–ઉત્પન્ન થાય છે. સગર્ભા સ્ત્રીને જે પુત્ર જ જોઈતો હોય તો લક્ષ્મણા, પુત્રંજીવી વગેરે ઔષધિઓ લેવાની સલાહ આયુર્વેદીય ગ્રન્થમાં અપાઈ છે. આ ઔષધિઓ વડે પેશાબમાં સાકર જતી બંધ થાય છે, એમ ઘણા માને છે. કાયચિકિત્સામાં આયુર્વેદજ્ઞોએ કરેલી પ્રગતિ જોતાં આ પ્રયોગ સાચા હોય એ અસંભવિત નથી. તજજ્ઞોએ આ વિષયમાં સંશોધન કરીને એની વાસ્તવિકતા પર નિર્ણય બાંધવો જોઈએ.
અત્યારે પણ કામશાસ્ત્રના ગ્રંથમાંથી ઘણાં નવાં તો સાંપડવાનો સંભવ છે. એ ગ્રંથ શાસ્ત્રીય પદ્ધતિઓ, જુદી જુદી હસ્તલિખિત પ્રતોની વિગતવાર તુલના સાથે, પ્રકટ થયા નથી. તેમાં જણાવેલી કેટલીક વનસ્પતિઓ અને દ્રવ્યો આજે સંદિગ્ધ છે. ટૂંક સમયમાં સ્થપાનાર નિખિલ ભારતવર્ષીય આયુર્વેદિક વિજ્ઞાન સમિતિ અથવા ગૂજરાત આયુર્વેદિક વિજ્ઞાન સમિતિ જે આ ગ્રન્થની શાસ્ત્રીય દષ્ટિએ
૨૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org