________________
ઇતિહાસની કેડી અને આ નવા રાજ્ય વચ્ચે સારો વેપાર ચાલતો હતો. આ કથાનકમાં વિમાનોનું ઉડ્ડયન, ઊડતાં પહેલાં લેવાતો ચક્રાવો, યંને અવાજ, મુસાફરી એ બધાંનું દૂબહૂ વર્ણન કરેલું છે. એ વર્ણન “સમરાંગણ સૂત્રધાર'માં આપેલા વર્ણન સાથે બરાબર બંધબેસતું આવે છે, એ સુચક છે.
આ ઉપરાંત, “વિમાનવત્યુ”માં, “દીઘનિકાય'ના “પયાસીસુત્ત'માં તથા મિજાતક'માં વિમાનના ઉલ્લેખ મળે છે. “વલાહસ્સ જાતક”માં ઉડતા ઘોડાનું વર્ણન છે. ઉત્તર હિન્દના પાંચસો વેપારીઓ વહાણ ડૂબી જવાથી દક્ષિણ હિન્દના એક વેરાન કિનારા ઉપર કેદ થઈ ગયા હતા; તેઓ સર્વે આ ચમત્કારિક ઘોડાની અંદર બેસીને પિતાને દેશ આવ્યા હતા. એરેબિયન નાઈસમાં મળતા એક ઉલ્લેખ આ સાથે સરખાવી જોતાં મહત્વનો છે. ખલીફ હારૂન અલ રશીદ પાસે એક હિન્દી વેપારી લાકડાને ઊડતો ઘોડો લઈને વેચવા આવે છે. આ વાર્તા એટલું બતાવી આપે છે કે હિન્દુસ્તાનમાં વાયુયાનનાં યંત્રો બનતાં, એવી માન્યતા પરદેશોમાં પણ પ્રચલિત હતી.
પહેલા સૈકામાં ગુણા નામે કવિએ પૈશાચી ભાષામાં “બકથા નામે એક મહાકાય વાર્તાગ્રન્થ લખ્યો હતો. એ ગ્રન્થ તે નાશ પામી ગયેલો છે, પણ તે ઉપરથી અગિયારમા સૈકામાં કાશ્મીરી પંડિત સેમદેવભટ્ટ “કથાસરિત્સાગર' નામથી સંસ્કૃતમાં કરેલો સંક્ષેપ આપણી પાસે મોજૂદ છે. “કથાસરિત્સાગર'ના રત્નપ્રભા લંબકના આઠમા તથા નવમા તરંગમાં વત્સરાજનો પુત્ર નરવાહનદત્ત કપૂરસંભવ નગરની Íરિકા નામે રાજકન્યા સાથે કેવી રીતે લગ્ન કરે છે, તેની વાર્તા આપેલી છે–
કરિકાને મેળવવા માટે નરવાહનદત્ત પોતાના મિત્ર ગોમુખને સાથે લઈ નીકળે. ઘણી મુશ્કેલી એ લાંબો માર્ગ પસાર કરી બન્ને જણ સમુદ્રના કિનારે આવેલા સુવર્ણપુર નામે નગરમાં પહોંચ્યા. તે નગરમાં
૨૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org