________________
कुत्रिकापण
અર્થાત પ્રાચીન ભારતના જનરલ સ્ટોર્સ જૈન આગમ સાહિત્યનો એક વિભાગ છેદો' નામથી ઓળખાય છે, પ્રાચીન ભારતની સામાજિક સ્થિતિનો અભ્યાસ માટે છેદસુત્રો ખૂબ અગત્યનાં છે. જૈન સાધુસંધની વ્યવસ્થા અને નિયમન તથા સાધુ-સાધ્વીએ પાળવાના વિધિનિષેધે એ મુખ્યત્વે કરીને છેદસુત્રોને વિષય છે. આમ છે સુત્રોનો વિષય જ એવો છે કે તેમાં તત્કાલીન રાજકીય અને સામાજિક ઈતિહાસને લગતી ઘણી અગત્યની હકીકતો, પ્રાચીન ભારતના જે પ્રદેશોમાં જૈન સાધુઓ વિચરતા હતા તે પ્રદેશનાં વર્ણનો, સમકાલીન સામાજિક અને રાજકીય સંસ્થાઓ, વિધિઓ, ઉત્સવો, રૂઢિઓ, રીતરિવાજો અને વહેમોના સીધા અથવા આડકતરા ઉલ્લેખો, જૈન આચાર્યોનાં અને જૈન ધર્મ સાથે સંપર્કમાં આવેલા રાજાઓ અને મંત્રીઓનાં વૃત્તાન્ત, ઐતિહાસિક અને અર્ધએતિહાસિક કથાનકો તથા એવી જ બીજી અનેક પ્રકારની પ્રકીર્ણ માહિતી તેમાંથી પ્રાપ્ત થાય છે, જે પુરાતત્ત્વ, ઇતિહાસ તેમ જ સમાજશાસ્ત્રના અભ્યાસીને માટે ઘણી જ અગત્યની છે.
ઉપર જણાવ્યું તેમ, જૈન સાધુ-સાધ્વીઓના આચારવિષયક વિધિનિષેધ અને તેને લગતાં પ્રાયશ્ચિત્તો એ છેદસૂત્રોનો વિષય હોવાને કારણે એ ગ્રન્થ પ્રસિદ્ધ નહીં કરવાનું સામાન્ય વલણ જૈનસમાજમાં લગભગ અત્યાર સુધી રહેલું છે.
૨૬ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org