________________
ઇતિહાસની કેડી આવીને વસ્યા હતા. કરિકાની આજ્ઞાથી પ્રાણધરે એક મોટું વિમાન ઘડી આપ્યું, અને તેમાં બેસી નરવાહનદત્ત કર્ખરિકાને સાથે લઈ પોતાની રાજ્યધાની કૌશાંબી પાછો આવ્યો.
આ વાર્તામાં ઊડતા હંસ, વિમાને અને તે બનાવનાર યાંત્રિક વિષે જે મહત્વનાં સૂચન છે તે ખાસ ધ્યાન ખેંચે છે. આને કંઈક મળતી લાકડાનાં ઊડતાં પારેવાંની વાર્તા પાંચમા અથવા છઠ્ઠા સૈકામાં મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલા જૈન કથાગ્રન્થ “વસુદેવહિંડી'માં મળે છે. “કથાસરિત્સાગર’વાળી વાર્તાનાં જ પ્રતિરૂપો થોડાઘણા ફેરફાર સાથે જૂની ગુજરાતીમાં સં. ૧૬૦પમાં રચાયેલી મતિસારકૃત કપૂરમંજરીની વાર્તામાં તથા શામળની “કાઈના ઘોડાની વાર્તા ”માં નજરે પડે છે.
આ તો આપણે મુકાબલે પ્રાચીન અને મહત્ત્વના એવા ઉલ્લેખો જોયા. બાકી સંસ્કૃત, પ્રાકૃત અને દેશી ભાષાઓના વાર્તાસાહિત્યમાં ઊડતા ઘોડા કે પવનપાવડીની કલ્પનાઓ અસંખ્ય સ્થળે નજરે પડશે.
પ્રાચીન આર્યોએ માત્ર અધ્યાત્મવિદ્યાના ક્ષેત્રમાં જ પ્રગતિ કરી હતી, એમ સામાન્ય રીતે મનાય છે; પરંતુ ભારતીય સાહિત્યનું જરા ઝીણી નજરે અવલોકન કરતાં જણાશે કે વિજ્ઞાનનાં અનેકવિધ ક્ષેત્રમાં પણ પ્રાચીન હિન્દુઓએ સારું કામ કર્યું હતું. અંકગણિત, ભૂમિતિ અને ત્રિકોણમિતિમાં પ્રાચીન ભારતવાસીઓની પ્રવીણતા જાણીતી છે. કલનવિદ્યા એટલે કે Calculus અને ચલનકલનવિદ્યા એટલે કે Differential Calculusનો ખગોળશાસ્ત્રમાં ઉપયોગ કરવામાં ભાસ્કરાચાર્યની શોધ ન્યૂટન કરતાં લગભગ પાંચસો વર્ષ જેટલી પ્રાચીન હતી; તથા હિન્દુ ખગોળવેત્તાઓની શ્રેષ્ઠતા અનેક દેશોમાં સ્વીકારાતી હતી. ગતિમાન પદાર્થોની ગતિનું કારણ ગુરુત્વાકર્ષણ છે, એમ આર્યભટ્ટ અને ભાસ્કરાચાર્યના ગ્રન્થો જણાવે છે. નાદશાસ્ત્ર એટલે કે accoustics વિષેનું પ્રાચીનનું અસાધારણ જ્ઞાન સંગીતશાસ્ત્રના ગ્રન્થ ઉપરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org