________________
કુત્રિકા પણ ઉજ્જયિનીમાં નવ કુત્રિકા પણ હતા. રાજગૃહના ધનિક શ્રેણીપુત્ર શાલિભદ્ર દીક્ષા લેતી વખતે પોતાનું હરણ અને પાત્ર કુત્રિકા પણમાંથી દરેક માટે એક લાખ રૂપિયા આપીને ખરીદ્યાં હતાં. મહાવીરસ્વામીના જમાઈ રાજકુમાર જમાલીએ દીક્ષા લીધી તે સમયે તેને માટે પાત્ર અને રજોહરણ એ બે વસ્તુઓ કુત્રિકાપણમાંથી બે લાખ રૂપિયા આપીને ખરીદવામાં આવી હતી. (ભગવતીસૂત્ર, શતક ૯, ઉદ્દેશક ૩૭ )
કુત્રિકાપણની સાથે કેટલાક લોકવાર્તાઓ પણ વણાઈ ગયેલી છે. કહે છે કે ભરૂચના એક વાણિયાએ ઉજયિનીના કુત્રિકાપણમાંથી એક ભૂત ખરીદ્યો હતો. પણ ભૂતને તો બધે જ વખત કંઈક કામ જોઈતું હતું. આથી વાણિયાએ તે ભૂતને એક થાંભલા ઉપર ચઢવાઊતરવાનું કામ સોંપ્યું અને ભૂત હારી ગયો. પોતાના પરાજયના
સ્મરણમાં ભૂતે ભરૂચની ઉત્તર દિશામાં “ભૂતતડાગ’ નામે તળાવ બાંધ્યું હતું. એ જ પ્રમાણે તસલિનગરના એક વણિકે ઉજ્જયિનીના કુત્રિકાપણમાંથી ઋષિપાલ નામે એક વ્યંતર ખરીદ્યો હતો. તેણે પણ વ્યંતરને એવી જ રીતે પરાજય કર્યો હતો, અને તેની યાદમાં બંતરે “ઋષિતડાગ” નામે તળાવ બાંધ્યું હતું. આ પ્રકારની લોકપ્રસિદ્ધ વાર્તાઓ કુત્રિકાપણના વૃત્તાન સાથે વણાઈ ગઈ છે, એ વસ્તુ જ બતાવે છે કે કુત્રિકા પણ જ્યારે કેવળ ભૂતકાળની વસ્તુ બની ગયો હતો ત્યારે પણ લોકમાનસે તેની સ્મૃતિ કેવી રીતે સંઘરી રાખી હતી.
કુત્રિકાપણનો વૃત્તાન્ત જૈન પરંપરાએ જે રીતે બૂકલ્પસૂત્રમાં
૧. આજે પણ ગુજરાતના જૈન વણિકો પોતાના નવા વર્ષના ચોપડા “ધન્ના-શાલિભદ્રની ઋદ્ધિ હ’એ શબ્દોથી શરુ કરે છે. ધન્ય અને શાલિભદ્ર અને રાજગૃહના અત્યંત ધનિક શેઠિયાઓ હતા અને ભગવાન મહાવીર અને રાજા શ્રેણિકના સમકાલીન હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org