Book Title: Itihas ni Kedi
Author(s): Bhogilal J Sandesara
Publisher: Padmaja Prakashan

View full book text
Previous | Next

Page 270
________________ પ્રાચીન ભારતમાં વિમાન પુરવાર થઈ ચૂકયું છે. સ્વશાસ્ત્ર, વ્યુત્પત્તિ અને ભાષાશાસ્ત્ર વિષે તે દુનિયાભરમાં પ્રથમ છતાં શાસ્ત્રશુદ્ધ ચર્ચા કરનાર હિન્દુઓ હતા, એમ પ્રાતિશાખ્યો, નિરુક્ત અને પાણિનિની અષ્ટાધ્યાયી જણાવે છે. ભૌતિક વિજ્ઞાન, રસાયણ, ઔષધવિદ્યા, શસ્ત્રક્રિયા, વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રના વિષયમાં પણ આર્યોની શોધખોળ આધારભૂત હતી. જે પ્રજાએ વિજ્ઞાનનાં આટલાં વિવિધ ક્ષેત્રમાં ગણનાપાત્ર કાર્ય કર્યું હતું, તે ય–વિધાન એટલે કે Engineering ના વિષયમાં કેવળ અજ્ઞાન હતી, એમ ન જ મનાય. “સમરાંગણ સૂત્રધાર’ માં આપેલા કુડીબંધ યંત્રોના વર્ણન પાછળ સદીઓની પરંપરાનું અસ્તિત્વ હોવું જ જોઈએ. એ ગ્રન્થમાંના વિમાનના વર્ણન સાથે પેલી બૌદ્ધ ટીકામાંના વર્ણનનું સામ્ય કેવળ આકસ્મિક ન હોઈ શકે. આથી પુરાણ અને કથાગ્રન્થમાંની કલ્પનાજન્ય અતિશયોક્તિના ટકા બાદ કરીને પણ મેં આગળ જણાવ્યું છે તેમ સમાજના ઉપલા વર્ગના આનંદવિનોદ માટે માત્ર અમુક અંતરમાં ઊડી શકે એવાં નાનકડાં વિમાન બનતાં હશે, એમ માનીએ તો તે વધારે પડતું નથી. પરંતુ હિન્દનો વિજ્ઞાનદીપ અમુક સૈકાઓ ઝબકીને આજે ઝાંખે પડી ગયો લાગે છે. ભૂતકાળની એ મહત્તા વર્તમાનમાં આપણી પ્રજાની વિજ્ઞાન પરત્વેની લાઘવગ્રથિ દૂર કરવામાં સહાયભૂત થાય તથા ભવિષ્યને માટે કંઈક પ્રેરણા આપે તો ઘણું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300