________________
પ્રાચીન ભારતમાં વિમાન પુરવાર થઈ ચૂકયું છે. સ્વશાસ્ત્ર, વ્યુત્પત્તિ અને ભાષાશાસ્ત્ર વિષે તે દુનિયાભરમાં પ્રથમ છતાં શાસ્ત્રશુદ્ધ ચર્ચા કરનાર હિન્દુઓ હતા, એમ પ્રાતિશાખ્યો, નિરુક્ત અને પાણિનિની અષ્ટાધ્યાયી જણાવે છે. ભૌતિક વિજ્ઞાન, રસાયણ, ઔષધવિદ્યા, શસ્ત્રક્રિયા, વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રના વિષયમાં પણ આર્યોની શોધખોળ આધારભૂત હતી. જે પ્રજાએ વિજ્ઞાનનાં આટલાં વિવિધ ક્ષેત્રમાં ગણનાપાત્ર કાર્ય કર્યું હતું, તે ય–વિધાન એટલે કે Engineering ના વિષયમાં કેવળ અજ્ઞાન હતી, એમ ન જ મનાય. “સમરાંગણ સૂત્રધાર’ માં આપેલા કુડીબંધ યંત્રોના વર્ણન પાછળ સદીઓની પરંપરાનું અસ્તિત્વ હોવું જ જોઈએ. એ ગ્રન્થમાંના વિમાનના વર્ણન સાથે પેલી બૌદ્ધ ટીકામાંના વર્ણનનું સામ્ય કેવળ આકસ્મિક ન હોઈ શકે. આથી પુરાણ અને કથાગ્રન્થમાંની કલ્પનાજન્ય અતિશયોક્તિના ટકા બાદ કરીને પણ મેં આગળ જણાવ્યું છે તેમ સમાજના ઉપલા વર્ગના આનંદવિનોદ માટે માત્ર અમુક અંતરમાં ઊડી શકે એવાં નાનકડાં વિમાન બનતાં હશે, એમ માનીએ તો તે વધારે પડતું નથી.
પરંતુ હિન્દનો વિજ્ઞાનદીપ અમુક સૈકાઓ ઝબકીને આજે ઝાંખે પડી ગયો લાગે છે. ભૂતકાળની એ મહત્તા વર્તમાનમાં આપણી પ્રજાની વિજ્ઞાન પરત્વેની લાઘવગ્રથિ દૂર કરવામાં સહાયભૂત થાય તથા ભવિષ્યને માટે કંઈક પ્રેરણા આપે તો ઘણું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org