________________
પ્રાચીન ભારતમાં વિમાન
વ્યોમચારી બનવું, પક્ષીઓની માફક આકાશમાં ઊડવું એ માનવની એક સર્જનજૂની મહત્ત્વાકાંક્ષા છે. આકાશમાં ઊડતાં પક્ષીઓની ઈર્ષ્યા આદિમાનવને અવશ્ય આવી હશે અને કદાચ આથી જ, દુનિયાના દરેક દેશનાં જનામાં જનાં વાર્તાચક્રોમાં અને દંતકથાઓમાં કોઈ ને કોઈ સ્વરૂપમાં પવનપાવડી, ઊડતા ઘેડ કે વાયુવાનની કલ્પનાઓ આવે છે. માણસ પોતે ઊડવાને અશકત, એટલે પોતાની કલ્પનામાંનાં દેવ—દાનવ, યક્ષ-ચારણ તથા વિદ્યાધર આદિ કાર પાત્રોને તેણે આકાશગામી જ નહીં, પણ આકાશવાસી બનાવ્યાં. પછી વાર્તામાંનાં અપ્રતિમ પ્રતાપી કે બળશાળી માનવ પાત્રોને અથવા દેનો કૃપાપ્રસાદ પામતી વ્યક્તિઓને લોકમાનસે ઊડતા ઘેડા કે વાયુયાનની સહાય અપાવી. ક્રીટન કલાધર ડેડલસે વાયુયાન બનાવવાને પ્રથમ પ્રયત્ન કર્યો હતો, એવો ઉલ્લેખ ગ્રીક સાહિત્યમાં મળે છે. એની મીણની પાંખે ઓગળી જવાથી ડેડલસનો પુત્ર સમુદ્રમાં ડૂબી મૂઓ હતા. આ કથાનક કેવળ રૂપક હોય તો પણ પક્ષીઓની માફક આકાશમાં ઊડવાની માનવજાતિની સર્જનજુની આકાંક્ષા ત ત કરે છે જ.
પરંતુ એમ માનવાને કારણ છે કે પ્રાચીન ભારતમાં આ વિષય કેવળ કલ્પનાગમ્ય નહોતો રહ્યો. ખરેખર કાર્યક્ષમ વિમાનો હશે અને લેકે તેમાં બેસીને એક સ્થળેથી બીજે સ્થળે જતા હશે, એમ કહેવાનું સાહસ અત્યારની સ્થિતિમાં કોઈ જ ન કરે, પણ આપણા દેશમાં જેમ સાહિત્યમાં તેમ શાસ્ત્રમાં એ વિષય ઉપર ગંભીરતાપૂર્વક
પ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org