Book Title: Itihas ni Kedi
Author(s): Bhogilal J Sandesara
Publisher: Padmaja Prakashan

View full book text
Previous | Next

Page 264
________________ પ્રાચીન ભારતમાં વિમાન અજ્ઞાનને કારણે નહીં, પણ કલાના વિષયમાં ગુપ્તતા જાળવવાના ઉદ્દેશથી. આ બધી ગુપ્તચીઓ ખુલ્લી કરી દેવી એ હિતપ્રદ નથી. કલાઓનું જ્ઞાન ગુરુ પાસેથી શિષ્ય અને પિતા પાસેથી પુત્ર મેળવે, એ આપણી પ્રાચીન પરિપાટી છે. અને તેથી જ આ બધી બાબતો પુસ્તકમાં ખુલ્લી રીતે લખી દેવાનું આપણે આ પ્રાચીન યાંત્રિકને ઈષ્ટ લાગતું નથી. આજે પણ આપણા જૂની પદ્ધતિના કલાધરે પિતાની કલા સંબંધમાં એવી જ કંઇક ગુપ્તતા જાળવે છે. શિલ્પ, સ્થાપત્ય, નૃત્ય તથા ચિત્ર જેવી આપણી પ્રાચીન કલાઓના સર્વે ગ્રન્થ શિક્ષક અથવા શિષ્યને માત્ર માર્ગદર્શક થાય એવી રીતે જ લખાયેલા હોય છે, જ્યારે કલાને મર્મ તો ગુને ચરણસેવનથી જ જાણવા મળે છે. આ ઉપરાંત, “શિલ્પસંહિતા'ના ૧૮મા અધ્યાયમાં વરાળથી ચાલતા પુષ્પક વિમાનનો ઉલ્લેખ છે. ભેજને નામે ચડેલા “યુક્તિકલ્પતરુ' ગ્રંથમાં જણાવેલું છે કે પ્રાચીન કાળમાં રાજાઓના લશ્કરમાં હ્યદળ, ગજદળ, પાયદળ, રથ અને નૌકાદળ ઉપરાંત વિમાનો પણ હતાં. બીજું કંઈ નહિ તેયે પ્રાચીન કાળની શ્રુતપરંપરાનું તે આમાં અવશ્ય સૂચન થાય છે. આ પ્રમાણે, આપણા એક કરતાં વધારે પ્રાચીન વૈજ્ઞાનિક ગ્રન્થમાં વિમાનની બનાવટ વિષે ઉલ્લેખ મળે છે. “સમરાંગણ સૂત્રધાર'ના લેકમાં જણાવ્યું છે તે પ્રમાણે, ભદ્દી ઉપર ઉકળતા પારાની શક્તિથી હળવા લાકડાનું બનાવેલું વિમાન આકાશમાં ઊડી શકે કે કેમ એ માત્ર તજજ્ઞો જ કહી શકે. ગમે તેમ, પણ આ કે એટલું તો અવશ્ય બતાવી આપે છે કે વિમાનની ઘટના સંબંધમાં પ્રાચીન કલાધરોને એક ચોક્કસ વૈજ્ઞાનિક ખ્યાલ આવી ગયો હતો. એ ખ્યાલ કેટલે અંશે વ્યવહારમાં ઊતર્યો હતો, એ કહેવાના સાધનો આપણી પાસે નથી. પ્રાચીન કાળનાં વિમાનોનાં કોઈ અવશેષ શોધ ૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300