________________
આયુર્વેદનું સંશોધન
ઉપસંહાર છેવટે, આયુર્વેદના પુનરુદ્ધાર અને પુન:પ્રતિષ્ઠા માટે કરવાં જોઈતાં કર્યો પૈકી નીચેનાં કેટલાંક ખાસ મહત્ત્વનાં છે – . (૧) હિન્દભરના જુદા જુદા પ્રાન્તમાંથી જૂનામાં જૂની હાથપ્રતો મેળવીને આયુર્વેદના માન્ય પ્રાચીન ગ્રન્થની શાસ્ત્રીય પદ્ધતિઓ સંશોધિત થયેલી અને તુલનાત્મક ટીકા-ટિપ્પણીઓ સાથેની આવૃત્તિઓ. પ્રસિદ્ધ કરવી.
(૨) આયુર્વેદીય વિજ્ઞાન સમિતિ જેવી કેઈ સંસ્થાકારા સંદિગ્ધ ઔષધિઓ અને ભ્રષ્ટ પાઠેનો નિર્ણય કરવો.
(૩) હિન્દભરમાં ઔષધિનિમણની એકસરખી વિધિની સ્થાપના કરવી. સર્વ પ્રસિદ્ધ આયુર્વેદીય શર્મસીઓએ એકત્ર થઈને અમુક દવા અમુક ગ્રંથના અમુક પાઠની બનાવવી તથા અમુક પ્રકારનાં તેનાં રૂપરંગસ્વાદગુણ હોવાં જોઈએ, એમ નકકી કરવું. દવાઓના ગુણધર્મ તેમ જ કિંમત વિષે જુદે જુદે સ્થળેથી થતા વિચિત્ર અનુભવોને કારણે આયુર્વેદ ઉપરથી લેકોની શ્રદ્ધા ઊઠતી અટકાવવા માટે આ વસ્તુ ખાસ અગત્યની છે.
(૪) છેલ્લું, અને સૌથી વધુ મહત્વનું તો એ છે કે આયુર્વેદનાં વિવિધ અંગોમાં કર્માભ્યાસ– રિસર્ચ'ને વેગ આપવો. ભારતવર્ષમાં જ્યારથી એ સંશોધનપ્રવૃત્તિનો લોપ થયો ત્યારથી જ આયુર્વેદની અવનતિ શરૂ થઈ. પ્રત્યેક આયુર્વેદ વિદ્યાલયમાં “રિસર્ચ” માટે વિદ્યાર્થીઓને બને તેટલી સરલતા, સગવડ અને પ્રોત્સાહન મળવા જોઈએ, અને આયુર્વેદને કેવળ અતીતને વારસારૂપે નહીં, પણ નિત્ય પ્રગતિશાળી જીવંત વિજ્ઞાન તરીકે પ્રતિષ્ઠિત કરવો જોઈએ.
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org