________________
ઇતિહાસની કેડી છતાં આ પ્રયોગોની સત્યતા વિષે શંકા રાખવાનું કારણ નથી. ઉપનિષદકાળ જેટલા પ્રાચીન સમયથી સન્માનનિરોધ વિષે ઉલ્લેખ મળી આવે છે તે જોતાં તેમ જ “કુચિમાર તન્ન’ના કર્તાએ વધ્યાકરણ” વિષે જે ઉલ્લેખ કર્યો છે તે જોતાં એની પાછળ એક સંતત પરંપરા હતી, એમાં શક નથી, એટલે એ દિશામાં હવે જરૂર છે માત્ર પ્રયત્નપૂર્વકના સંશોધનની. હિન્દના જુદા જુદા ભાગમાં આજે સંખ્યાબંધ આયુર્વેદ વિદ્યાલયે, માત્ર આયુર્વેદનું જ નહીં પરંતુ ઍલોપેથીની પણ જ્ઞાતવ્ય શાખાઓનું શિક્ષણ આપી રહેલ છે, તેઓ જે આવા પ્રયોગોના સંશોધનનું કાર્ય ઉપાડી લે તો દેશ ઉપર એક મહદ્ ઉપકાર થયો ગણાશે. જો કે આપણા દેશમાં પશ્ચિમની જેમ આવા પ્રયોગો પોતાની જાત ઉપર કરવા દેવાને સ્ત્રીઓ તૈયાર થાય કે કેમ એ શંકાસ્પદ છે તેમ જ આ બાબતમાં અનુભવ થયો હોય તો તે બહાર મૂકતાં લકે અચકાય છે. એક સુપ્રસિદ્ધ આયુર્વેદ મારી સાથેના પત્રમાં આ મુશ્કેલીને ઉલ્લેખ કર્યો હતો. છતાં જે આયુર્વેદ વિદ્યાલયો ધારે તે તેમના માટે આ કાર્ય મુશ્કેલ નથી. મનુષ્યને મળતાં જ નીચલી કક્ષાનાં પ્રાણીઓ પર તેનો ઉપયોગ કરી તેમાં મેગ્ય ફેરફાર કરી શકાય છે અને આયુર્વેદ વિદ્યાલય હસ્તક ચાલતાં દવાખાનાઓમાં જરૂર જણાતાં તે વાપરી શકાય છે. એકાદ બે પ્રયોગ પણ અનુભવસિદ્ધ થતાં આપણા દેશને અત્યંત કીમતી થઈ પડશે એમાં શંકા નથી.
પાશ્ચાત્ય સાધને જેટલાં ખર્ચાળ છે તેટલાં જ અચોક્કસ અને કવચિત નુકસાનકારક છે. સંતતિનિયમનને જે ઈષ્ટ ગણવામાં આવતું હોય તો દેશી વનસ્પતિઓના આ સંઘા, નિર્દોષ પ્રગો જ ઉપયોગી થઈ શકે. આ દવાઓના શુદ્ધ પાઠ પ્રયોગપુરઃસર જે નકકી કરવામાં આવે છે તેથી માત્ર હિન્દને જ નહીં પણ સમસ્ત સંસારને લાભ થવાનો સંભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org