________________
આયુર્વેદનું સંશોધન આ માટેના પ્રયોગો જેમાં અપાયા છે તે ગ્રંથોના કર્તાઓ પિતાના સમયમાં વિદ્વાન તરીકે પંકાઈ ગયા છે અને કુચિમાર તંત્રને કર્તા પણ આ પ્રયોગો નિર્દોષ હોવાની ખાતરી આપે છે. જુદાં જુદાં પુસ્તકમાંથી લગભગ પચીસ જેટલા આવા પ્રયોગ મળી આવે છે, જેમાંના કેટલાક વડે સાત દિવસ, કેટલાક વડે એક માસ, કેટલાક વડે એક વર્ષ અને કેટલાક વડે જન્મપર્યત સ્ત્રીને વન્દયત્વ આવે છે એવો દાવો કરવામાં આવ્યા છે.
પ્રશ્ન માત્ર એટલો જ છે કે જે સ્થિતિમાં આ પ્રયોગો મળી આવે છે તે જ સ્થિતિમાં તે વાપરવા કે કેમ? મુદ્રિત પુસ્તકના પાઠેમાં સ્પષ્ટ અશુદ્ધિ જણાઈ આવે છે અને જ્યાં સુધી તે દિશામાં
ગ્ય સંશોધન થાય નહીં ત્યાં સુધી એ પ્રયોગો વાપરવા વાજબી નથી. જો કે સંખ્યાબંધ પ્રયોગોમાંથી થોડાક તો નિર્દોષ હશે, એ સાથે સેંઘા તો છે જ. સંતાનનિરોધને જે ઈષ્ટ જ ગણવામાં આવતો હોય તો બીજો ખર્ચાળ સાધના કરતાં આ પ્રયોગોની વિશેષ ઉપયોગિતા શા માટે નહીં ? આ પ્રત્યે વિદ્વાન વિદ્યા અને દાક્તરેએ ધ્યાન આપવાની જરૂર છે.
આ પ્રકારની ખાવાની દવાઓ લેવાથી એ પ્રયોગોમાં જણાવ્યા પ્રમાણે, જે સ્ત્રીબીજનો ખરેખર નાશ થતો હોય તો બીજાય (Ovaries)ની શસ્ત્રક્રિયાને જ સત્તાનનિરોધનો એકમાત્ર ઉપાય સમજતી આધુનિક પાશ્ચાત્ય વૈદકવિદ્યાના જ્ઞાનમાં પણ એ વડે એક મહત્ત્વને ઉમેરો થાય છે. જો કે સ્પષ્ટ કરવાની જરૂર છે કે છપાયેલા ગ્રન્થમાં જે સ્વરૂપમાં તે આપ્યા છે તે સ્વરૂપમાં કોઈ એ વાપરવાનું સાહસ ન કરે; કારણ કે વૈદકના આ ક્ષેત્રમાં આયુર્વેદની સંશોધનવૃત્તિ હજી વળી નથી, એટલે એમાં કોઈ પ્રકારની અશુદ્ધિ મૂળ હસ્તલિખિત પ્રતો લખનારાઓના હાથે કે સદરહુ પુસ્તકના સંપાદકેને હાથે ઘૂસી ગઈ હોય તે કંઈ નવાઈ જેવું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org