________________
આયુર્વેદનું સંશોધન હમણાં કેટલાકને કામશાસ્ત્રનું નામ સાંભળીને જામનગરવાળા મણિશંકર ગોવિંદજીનું “કામશાસ્ત્ર” યાદ આવે છે. અને આવાં કારણોને લીધે કામશાસ્ત્ર એટલે અશ્લીલ શાસ્ત્ર એવી જ માન્યતા સમાજના એક મેટા વર્ગમાં દ% થઇ ગયેલી છે. પ્રાચીન હિન્દમાં સ્થિતિ આથી સાવ જુદા પ્રકારની હતી. કામ એ ત્રિવર્ગસાધન પૈકીનો એક પુરુષાર્થ હતો. વેદોમાં પણ એ વિષય પ્રત્યે માન વ્યક્ત કરતા ઉલ્લેખો અને મન્ત્રો મળે છે. કામશાસ્ત્રના એક લેખકે એ વિષે લખ્યું છે કે સવારના દિ મમાકૂવા ! આ શાસ્ત્ર બિલકુલ હીન ગણાતું નહોતું અને તે પણ એટલે સુધી કે પદ્મશ્રી જેવા બોદ્ધ સાધુએ “નાગરસર્વસ્વમ્' જેવા કામશાસ્ત્રના ગ્રન્થની રચના પિતાના અનુયાયીઓના હિતને ખાતરી કરી છે, અને અગાઉના અનેક કામશાસ્ત્રકાર વેતકેતુ, વાત્સ્યાયન વગેરે ઋષિઓ હતા.
કામશાસ્ત્ર–ખાસ કરી વ્યવાથવિધિના વિષયમાં આયુર્વેદજ્ઞોએ ઉપદેશેલું સ્વસ્થવૃત્ત ( Hygiene)–જો કે ધર્મ અને વહેમનું તેમાં કેટલુંક મિશ્રણ થયેલું હોવા છતાં–તે વખતે સૌથી અદ્યતન હતું અને અત્યારે પણ છે એમ આપણે કહી શકીએ. એની બધાં જ દષ્ટિબિન્દુઓથી આલોચના કરવાને અહીં અવકાશ નથી, પરંતુ ચરક, સુશ્રુત અને વાભટનાં એને લગતાં પ્રકરણનું અવલોકન કરવાથી આ વાતની ખાત્રી થશે.
કામશાસ્ત્રના સંસ્કૃત ગ્રન્થ માત્ર એ વિષયના અભ્યાસની દષ્ટિએ જ નહીં, પણ સમાજશાસ્ત્રના અભ્યાસની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વના છે. વાસ્યાયનના કામસૂત્ર પરથી તત્કાલીન સમાજસ્થિતિનો અભ્યાસ કરવાને ખૂબ મહત્ત્વની સામગ્રી મળી આવે છે (જુઓ, પ્રો. ચાકલદારકૃત Studies in Vatsyayana Kamasutra). ઈસવી સન પૂર્વેના કામસૂત્રથી માંડી પંદરમી સોળમી સદીનાં અનંગરંગ અને રતિરત્નપ્રદીપિકાનું અવલોકન કરતાં સ્ત્રી જાતિની ઉત્તરોત્તર હિન
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org