________________
આયુર્વેદનું સંશોધન ગ્રીસમાં પણ આ બધા વિષે ખૂબ જ અજ્ઞાન હતું. ધમની Artery શબ્દ જે અત્યારે “શુદ્ધ લોહીને વહી જનારી નળી' એવા અર્થમાં વપરાય છે તે શબ્દને ખરા અર્થ તો “પવનને લઈ જનારી નળી' એવો થાય છે! આ પરથી પશ્ચિમમાં શારીરવિદ્યા વિષે કેવા પ્રકારનું અજ્ઞાન તે વખતે પ્રવર્તેલું હતું તેનો ખ્યાલ આવશે. ગ્રીસમાં આ માન્યતા પ્રચલિત હતી. વળી તે ઉપરાંત બીજી એક એવી માન્યતા હતી કે હૃદય બે ફેફસાંઓની વચ્ચે આવેલું છે અને હદય ધડકે ત્યારે ફેફસાં તેની બન્ને બાજુએ ગાદીની ગરજ સારે છે ! શારીરવિદ્યા વિષે જેનું જ્ઞાન ગ્રીસમાં વજનદાર ગણાતું તે એરિસ્ટોટલના આ વિચારો છે!
આ બધા સાથે સુશ્રુતસંહિતામાં વર્ણવેલી શસ્ત્રક્રિયાઓ અને આર્યોના શારીરજ્ઞાનની સરખામણી કરવામાં આવશે તો વૈદકવિદ્યામાં દુનિયામાં સૌથી પહેલી અને આશ્ચર્યજનક પ્રગતિ કરનાર હિન્દુઓ જ હતા એમ લાગ્યા વગર રહેશે નહીં. ગૂમડાં ફાડવા જેવી તદ્દન સામાન્ય પ્રકારની શસ્ત્રક્રિયાઓ માટે શારીરવિદ્યાના જ્ઞાનની ઝાઝી જરૂર નથી, પરંતુ પ્રાચીન હિન્દમાં આ કરતાં બહુ જ ઉચ્ચ કક્ષાની શસ્ત્રક્રિયાઓ થતી. આખ, કાન, નાક, મેં, ગળું તથા ખાપરીના ઉપલા ભાગ પર સાદી શસ્ત્રક્રિયાઓ થતી. કંઠમાળ, થાઈરાઈડગ્રથિ, વેલ, પરવાળાં, મોતિયે, નાકના મસા એ સર્વ માટે પણ શસ્ત્રક્રિયાઓ થતી. હરસ, ભગંદર, પથરી, સડતાં હાડકાં કાઢી નાખવાં, વધરાવળ, જળોદર વગેરે દરદો પર થતી શસ્ત્રક્રિયાઓ આધુનિક શસ્ત્રક્રિયાને અનેક પ્રકારે મળતી આવતી હતી. ઉપરાંત, અંત્રાવરોધ (Intestinal obstruction) થતાં પેટ ચીરીને આંતરડાનો મળ દૂર કરવામાં આવતો અને આંતરડાને પાછું યથાસ્થિત ગોઠવી દેવામાં આવતું. સુવાવડ વખતે સ્ત્રી મરણને કાંઠે આવી હોય ત્યારે તેનું પેટ ચીરીને બાળકને કાઢી લેવામાં આવતું. (જુઓ, પ્રત્યક્ષ શારીર,” અનુવાદ, ઉપદ્યાત, પૃ. ૧૦). આ શસ્ત્રક્રિયાઓ પ્રાચીન હિન્દના આયુર્વેદજ્ઞો જ્યારે કરતા હતા ત્યારે કલોરોફોર્મ કે એવી કઈ જ દવાની શોધ થઈ નહતી, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે.
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org