________________
ઈતિહાસની કેડી કેટલાક છૂટાછવાયા પ્રયત્ન થયા છે, પરંતુ એટલું જ માત્ર બસ નથી. ચરક કે સુશ્રુતના ઠરાવેલા અધ્યાયોના જ અધ્યયન ઉપરાંત વચછેદના પ્રત્યક્ષ દર્શન વડે રચાયેલાં એ વિષયનું અદ્યતન જ્ઞાન આપનાર પાઠ્યપુસ્તક પ્રકટ થવાં જોઈએ અને વ્યવહારું જ્ઞાન માટે આયુર્વેદ વિદ્યાલયોમાં અત્યારે છે તે કરતાં વિશેષ સગવડે થવી જોઈએ. દરેક આયુર્વેદનું શસ્ત્રવૈદ્ય થઈ ન શકે એ સમજી શકાય એવી વાત છે, પરંતુ સમયની સાથે રહેવા માટે, પાશ્ચાત્યાએ શેાધેલાં કેટલાક સત્યો કે જે, કવિરાજ ગણનાથ સેન કહે છે તેમ, ઉચ્ચતર ભૂમિકા પર છે તેમનું અધ્યયન અને આયુર્વેદમાં તેમને સમન્વય તો જરૂરી છે જ. વર્તમાનકાળમાં રહીસહી કાયચિકિત્સા વડે જે કે આયુર્વેદનું મહત્ત્વ જળવાયેલું છે, છતાં શવદ ઈત્યાદિ પ્રત્યક્ષ પ્રમાણેને આધારે તૈયાર થયેલી શારીરવિદ્યાના અઘતન જ્ઞાન સિવાય કાયચિકિત્સાનું પણ અઘતન જ્ઞાન સંભવી શકતું નથી એટલું ધ્યાનમાં રાખવાની જરૂર છે.
આયુર્વેદ અને કામશાસ્ત્ર કાશાસ્ત્ર એ છે કે આયુર્વેદનું એક પ્રત્યક્ષ અંગ નથી, પરંતુ આયુર્વેદના ગ્રંથમાં એને લગતું જેવું અને જેટલું લખાણ છે તે જોતાં કામશાસ્ત્રને આયુર્વેદનું એક મહત્વનું આનુષગિક શાસ્ત્ર ગણવું એ ઈષ્ટ છે. ચરક, સુશ્રત, વાલ્મટ ઇત્યાદિ માન્ય ગ્રંથમાં કામશાસ્ત્રના વિષયની જે ચર્ચા કરવામાં આવી છે તે આરોગ્યાર્થી દેહ અને આરેગ્યાર્થી આત્મા એ બેની દષ્ટિએ મોટે ભાગે છે, જ્યારે વાસ્યાયન કામસૂત્ર અને તેનાં અનુષંગી અન્ય સંખ્યાબંધ પુસ્તકોમાં કામશાસ્ત્રના વિષયની કરેલી ચર્ચા આખા સમાજને દૃષ્ટિમાં રાખીને અને મનુષ્યની પ્રકૃતિ વાંછનાઓને સંતોષ આપવા સાથે ધર્મ અને આરોગ્યના સાધનની નજરે થયેલી છે.
૨૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org