________________
આયુર્વેદનું સંશોધન આ પછી શસ્ત્રક્રિયાનો વારસો વૈદ્ય પાસેથી હજામને મળ્યો, જે પરંપરા દેશના ખૂણેખૂણામાં હજુ ચાલુ છે. કેટલાંક ગામડાંઓમાં તો શસ્ત્ર અને ચિકિત્સક બન્નેની ગરજ હજામે સારે છે. તેમના હાથે થતી કાયચિકિત્સા કે શસ્ત્રક્રિયા છે અંશે પણ શાસ્ત્રીય નથી, છતાં કેટલાક વૈદ્યોની જેમ તેઓ પણ લાંબા અનુભવ અને કેટલીક ચમત્કારિક ઔષધિઓને પ્રતાપે પિતાનું મહત્ત્વ જાળવી રહ્યા છે.
આયુર્વેદનો એક મહત્ત્વ વિભાગ પશુવૈદકનો હતો. રાજદરબારમાં શાલિહોત્ર, હસ્તિરોગવિદ્યા વગેરેના જ્ઞાતાઓનું મહત્ત્વનું સ્થાન હતું. પશુવૈદકમાં શસ્ત્રક્રિયાનું પણ એક વિશિષ્ટ સ્થાન હતું, પરંતુ આજે તે ગ્રામપ્રદેશોમાંના કેઈ અપવાદ સિવાય એ વિદ્યાના જ્ઞાનનું નામનિશાન નથી અને પરદેશી પશુરોગવિદ્યા એ જ આપણે એકમાત્ર આશ્રય છે.
અર્વાચીન વૈવામાં શસ્ત્રક્રિયાના જ્ઞાનનો પ્રચાર નથી અને શારીરવિદ્યાનું જ્ઞાન પણ પ્રમાણમાં મર્યાદિત છે, અને જે છે તે પણ મોટે ભાગે વ્યવહારૂ નથી. આયુર્વેદ મહાસંમેલનના પ્રમુખ પં. છાંગાણી કહે છે તેમ કર્માભ્યાસનો ત્યાગ થયો છે. કેટલાક જાણીતા વૈદ્યોને શરીરના ઉપયોગી અંગેના કાર્યની પૂરી ખબર નથી તેમ જ એક વૈદ્ય શવચ્છેદ થતા જોઈને બેભાન જેવા થઈ ગયેલા તે હું જાણું છું. સ્પષ્ટ કરવાની જરૂર છે કે આમાં કોઈને પણ વ્યક્તિગત વાંક નથી, પરંતુ લાંબા સમયથી છૂટી ગયેલા કર્મભ્યાસનું પુનરાવન કરવા જોઈએ તેવા પ્રયાસ થયો નથી એ જ માત્ર આ પરિસ્થિતિનું કારણ છે.
જે સમયે દુનિયાના કોઈ પણ દેશમાં શસ્ત્રક્રિયા અને શારીરવિદ્યાનું અસ્તિત્વ નહોતું ત્યારે એ વિષયમાં શાસ્ત્રીય વિકાસ સાધનાર આયુર્વેદના વંશજોને વીસમી સદીમાં એ બેમાંથી એકે વિદ્યાનું પૂરું જ્ઞાન ન હોય તો આયુર્વેદની ઉપયોગિતા અથવા શાસ્ત્રીયતા પ્રત્યે પ્રજા બેદરકાર રહે એ સ્વાભાવિક છે. આ દિશામાં
૨૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org