________________
ઇતિહાસની કેડી
ગણુએ તે પણ આ પ્રકારને કાયદો બહુ જૂનો હોવો જોઈએ એમ સહેજે અનુમાન થઈ શકે છે. સુશ્રુત સંહિતાના છઠ્ઠા અધ્યાયમાં મરેલા શરીરના “બહારના તેમ જ અંદરના અવયવો પ્રત્યક્ષ જોવા” માટેની વિધિની વિગતવાર નેંધ છે. એમાં મુડદાને સાત દિવસ સુધી નદી વગેરેમાં એકાંત પાણીમાં ડુબાડીને કહાવરાવ્યા બાદ તેને બહાર કાઢી વાંસ અથવા ઝાડની છાલને બનાવેલા ઉપકરણથી ઘસીને શરીરના અવયે જોવાનું કહ્યું છે. શવચ્છેદની આ પદ્ધતિ પ્રમાણમાં સ્થળ છે અને પાશ્ચાત્યો અત્યારે શવચ્છેદની જે પદ્ધતિનો ઉપયોગ કરે છે તે વધારે શાસ્ત્રીય છે. પરંતુ સૈકાઓ પૂર્વ જ્યારે આખી યે દુનિયામાં વૈદકજ્ઞાન માત્ર “પ્રાથમિક’ પ્રયોગદશામાં હતું–કારણ
પ્રયોગદશા માં તો વાસ્તવિક રીતે જોતાં અત્યારે પણ છે–ત્યારે ઈસવી સન પૂર્વે ચોથા અથવા પાંચમા સૈકામાં આયુર્વેદે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ, તટસ્થ દષ્ટિએ જોતાં, વિરલ છે એમ લાગ્યા વગર રહેશે નહીં.
આ સમયમાં, દુનિયામાં માત્ર હિંદ એજ એવો પ્રદેશ હતો કે ત્યાં શસ્ત્રક્રિયા તેમ જ શારીરવિદ્યાએ આટલી પ્રગતિ કરી હોય. ઈજીપ્તમાં મૂએલાં માણસોનાં શરીરમાં મસાલો ભરીને તે શરીરને લાંબા સમય સુધી સાચવી રાખવામાં આવતાં, પરંતુ મુડદાંની કોઈ પણ પ્રકારની અવહેલના કરનાર સામે ઈજીપ્તના લોકે એટલો ધિકાર બતાવતા કે મૃત શરીરનાં આંતરિક અંગેને મસાલો ભરવા માટે કાઢી જનાર માણસને પિતાનું કામ થઈ રહે કે તરત લોકેના હુમલામાંથી બચવા માટે જીવ લઈને નાશી જવું પડતું. આમ હોવાથી ઈજીપ્તના લોકે બીજી રીતે સંસ્કૃતિમાન હોવા છતાં અને પ્રાચીન હિન્દના વૈદ્યોની માફક ત્યાં પણ એક દવા કરનારો વર્ગ અસ્તિત્વમાં હોવા છતાં તેઓ શારીરવિદ્યા સંબંધી ઘોર અજ્ઞાનને લીધે કાયચિકિત્સા કે શસ્ત્રક્રિયા બેમાંથી એકે વિષયના જ્ઞાનમાં બહુ મહત્ત્વને વધારે કરી શક્યા નહોતા.
૨૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org