________________
આયુર્વેદનું સંશોધન અર્ધશિક્ષિત વૈદ્યો કે જેઓ પોતાના બુદ્ધિરૂપી નેત્રને ઉપયોગ બરાબર કરી ન શક્યા અથવા એ વિષયમાં બેદરકાર રહ્યા તેઓએ પિતાનું અજ્ઞાન ઢાંકવા માટે આ નાડીવિદ્યાનું ધતિંગ ચલાવ્યું હોય એમ જણાય છે. નિદાનમાં નાડી જ્ઞાન, જરૂર, સારી રીતે મદદ કરી શકે છે પણ નાડીમાંથી બધી ખબર પડે છે એ અંધવિશ્વાસ તરફ તિરસ્કાર દર્શાવતાં મને જરા પણ સંકોચ થતો નથી. આ વિષયમાં અંધશ્રદ્ધાળુ જનસમાજનું અજ્ઞાન દૂર કરવું જોઈએ. આપણે પ્રામાણિક અને સત્યવાદી બની, જે ન જાણતા હોઈએ તે જાણી લેવાનો પ્રયત્ન કરીએ તેમાં આપણું કલ્યાણ છે, પણ અજ્ઞાન છુપાવવા માટે હસીને સર્વાપણું બતાવવાનો ઢોંગ કરવો એ અતિહાનિકર છે. જેઓ આવી રીતે નાડીસાનનો દંભ કરે છે તેઓ માટે જ આ મારું કથન છે......ચિકિત્સામાં જેમ નાડીની બિલકુલ ઉપેક્ષા કરવી ન જોઈએ તેમ જ નાડી જ્ઞાનથી બધું જ કહેવાનો ઢોંગ પણ ન કરવો જોઈએ.” બીજા અનેક વિદ્વાન વૈદ્યોએ પણ નાડીવિદ્યા પરત્વે આવા જ વિચારે વ્યક્ત કરેલા છે.
જે કે હવે તો આયુર્વેદના પુનર્વિધાનને પ્રશ્ન માત્ર આયુર્વેદનાં અષ્ટગોમાં જ મર્યાદિત રહેવો ન જોઈએ. અભ્યાસ માટેનું એક નવીન ક્ષેત્ર આયુર્વેદ સમક્ષ પડેલું છે. આથી કોઈ એમ ન ધારે કે અર્વાચીન વૈદકનો અભ્યાસ કરી આયુર્વેદમાં તેનો સમન્વય કરવા જતાં, પાશ્ચાત્ય વૈદક જ પ્રધાન સ્થાનને પ્રાપ્ત કરી લેશે. જુદી જુદી વૈદક પદ્ધતિઓ એક સાથે કાયમ તો રહેશે જ, પરંતુ હિંદમાં આયુર્વેદે પ્રાપ્ત કરેલું વિશિષ્ટ સ્થાન, જે તેને સંશોધિત કરવામાં આવે તો, કદિ પણ ચાલ્યું જશે નહીં, કારણ કે હિંદની સંસ્કૃતિ અને પ્રકૃતિ બન્નેને અનુકૂળ આવે એવી વિશિષ્ટતાઓ તે ધરાવે છે.
આયુર્વેદ શાસ્ત્ર વૈજ્ઞાનિક છે, અપરાય છે, પાશ્ચાત્ય વિજ્ઞાનમાં શેડ્યાં જડતાં નથી એવાં તો તેમાં છે, વિજ્ઞાન તેમ જ કળા બન્નેની
૨૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org