________________
ઇતિહાસની કેડી વિક્રમના તેરમા સૈકામાં રચાએલ ભરત–બાહુબલી રાસ'માં દાવલ” અને “સાબાણ” જેવા ફારસી–અરબી મૂળના શબ્દો કવચિત્ નજરે પડે છે, પણ સં. ૧૩૬ ૦માં મુસ્લિમોએ ગૂજરાત જીત્યું ત્યાર પછી ગૂજરાતી ભાષામાં ફારસી અને અરબી શબ્દો વિશેષ પ્રમાણમાં આવ્યા. “રણમલ છંદ’ અને ‘કાન્હડદે...બધ’માં તે ફારસી અને અરબી શબ્દો થોકડાબંધ છે. એમાંના કેટલાયે શબ્દ ગૂજરાતીમાં કાયમનું સ્થાન પામીને એતદ્દેશીય બની ગયા છે.
પ્રારંભમાં રાજસ્થાન, ગૂજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ઠીક ઠીક પ્રમાણમાં ભાષાસંપર્ક હતો. ગુજરાત અને રાજસ્થાનનો તે એક જ ભાષાવિસ્તાર હતો. મંડલિકકૃત પેથડરાસ’ મરાઠીના સંપર્કનું પ્રતિબિંબ રજૂ કરે છે. નરસિંહનાં કાવ્યોમાં “નરસૈચા સ્વામી” અને ભીમનાં કાવ્યોમાં “ભીમચઈ ઠાકર' એ પ્રમાણે પછીના પ્રત્યયમાં મરાઠી અને ગુજરાતીનો સંપર્ક સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. પ્રસિદ્ધ ભાષાશાસ્ત્રી ડે. ટેસીટરીએ સોળમા શતકની ગૂજરાતી ભાષાને Old Western Rajasthani (જૂની પશ્ચિમ રાજસ્થાની) નામ આપ્યું છે, એની યથાર્થતા જો કે મતભેદને વિષય છે, પણ તે જૂની ગુજરાતી અને જુની રાજસ્થાનીના ઈતિહાસસિદ્ધ એકત્વના દષ્ટિબિંદુએ અપાયું હેવું જોઈએ. | મુસ્લિમ વિજય પછી કેટલાક સમય બાદ અનેક કારણોને લીધે મારવાડ સાથેનો સંપર્ક ઓછો થતો ગયો અને મરાઠી ભાષા સાથેનો પણ રહ્યો સહ્યો સંપર્ક નાશ પામ્યો. ગૂજરાતી અને રાજસ્થાની ભાષા વધુ ને વધુ દૂરસ્થ બનતી ગઈ. આમ છતાં આજે જૂની ગુજરાતીને અભ્યાસ કરનારને અન્ય પ્રાદેશિક ભાષાઓનું જ્ઞાન એ અભ્યાસમાં અનેક રીતે મદદગાર બને છે, એ વસ્તુ પૂર્વકાળના ભાષાસંપર્કની ઝાંખી કરાવે છે.
૨૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org