________________
ઇતિહાસની કેડી
દેવી દેવિ નવી કવીશ્વર તાવાણું અમીસારણી, વિદ્યા સાયરતારણ મળઘણી હસાસણ સામિણી, ચંદા દીપતિ પતિ સરસતી મઈ વીનવી વિનતી,
બોલું નેમિકુમાર ટેલિની રાતિ ફગિઈ કરી જતી.૯૨ આ અવતરણની ત્રીજી અને ચોથી પંક્તિમાંનાં “મઈ' અને ગિઈ' રૂપે વૃત્તની દષ્ટિએ “મેં' અને “ફાગિ” અથવા “ફાર્ગ” એવાં ઉચ્ચારણ માગી લે છે.
ઉપર્યુક્ત અવતરણોમાંનાં રૂપોને એકદમ અર્વાચીન સ્વરૂપે ભમરડે,” “અણબીતે,' “હતો,” “મેં,” “ફાર્ગે' એ પ્રમાણે કલ્પવાં એ તો વધારે પડતું અને ભાષાની ઉત્ક્રાન્તિની ગતિનું ઉલ્લંઘન કરનારું છે. એ વખતનાં ઉચ્ચારણો કેવાં હતાં તે જાણવાનું કાંઈ સાધન આપણી પાસે નથી. એવી સ્થિતિમાં એમ કલ્પવું વધારે પડતું નથી કે–મમરનું ઉચ્ચારણ મમરક અને મમર એ બેની વચ્ચેનું કાંઈક હશે અને તે એવા પ્રકારનું કે ઉપર્યુક્ત દ્રતવિલંબિતમાં તેને ગાઠવતાં કોઈ વાંધો આવે નહીં. એ જ ૯૩ પ્રમાણે બીજા રૂપોનું પણ કહી શકાય. સત્તરમાં અરાઢમાં શતકમાં લખાયેલી મારવાડી ભાષાની હાથપ્રતમાં ગૂ, “ગો'ને સ્થાને “ગયી,” “મેં.” ને સ્થાને
૯૨. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૪૪.
૯૩. હાલમાં કેળવણી કેવળ નેત્રપાઠય થતી જાય છે, વિદ્યુત ઉચ્ચારણા સ્થાન સંવૃત ઉચ્ચારણે લેતાં જાય છે. આવી સ્થિતિમાં થોડાંક વર્ષ પછી અમુક તળપદાં ઉચ્ચારણે કેવા પ્રકારનાં હતાં તે જાણવાનું કાંઈ સાધન રહેશે નહીં અને પરિણામે ભાષાના ઇતિહાસની સાંકળના એક અમૂલ્ય આંકડાને નાશ થશે. આથી કેટલાક સમય ઉપર “પ્રજાબંધુ'માં શ્રી. સાહિત્યપ્રિટે આવાં ઉચ્ચારણને ગ્રામોફોન રેકર્ડમાં ઉતારી લેવાની સૂચના કરી હતી ગજરાતી વરશાસ્ત્રના અભ્યાસ હજી નહીં જેવો જ થયો છે અને બીટ બાજુએ અભ્યાસની સામગ્રી અને તળપદાં ઉચ્ચારણોને નાશ થતો જાય છે. એ જોતાં સાધનસંપન્ન સંસ્થાઓએ તે તરફ ધ્યાન આપવું જોઈએ.
રરર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org