________________
નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય ,” “બેઠ' ને સ્થાને “બૈ' એવાં રૂપો મળે છે અને આજે પણ મારવાડીઓ તેને મળતાં ઉચ્ચારણ કરે છે તેને પ્રાચીન ઉચ્ચારણપ્રકારના અવશેષરૂપ ગણવામાં વાંધો નથી.
વળી બાર ગાઉએ બોલી બદલાય, એ ન્યાયે આ ઉચ્ચારણો પણ જુદા જુદા પ્રદેશમાં થોડું ઘણું રૂપાન્તર પામતાં હતાં. મારા મિત્ર શ્રી મધુસૂદન મોદી હમણું કવિ વકૃત “મૃગાંકલેખારાસ'નું સંપાદન કરે છે. આ રાસ સં. ૧૫૩માં રચાયેલ છે. તેની ૨૨મી કડી નીચે પ્રમાણે છે –
જીવિતવ્ય વિણ માગઉ તે ઘોસ,
પુહર પાછિલઇ પ્રાણ હર્યો. આ “ઘોસ” અને “સ”નાં જુદી જુદી હસ્તલિખિત પ્રતમાં નીચે પ્રમાણે પાઠાન્તરો પ્રાપ્ત થાય છે –
A B ઘોસ, સ C દેસ, હરસ D દેસ, હરસ E ધસ, હરસ F ઘોસ, હરસ G દેસ, હરસુ
H દસ, હસ આમ છતાં અનુક્રમે “દેસ” અને “હરસુ.” “દોસ' અને “હરેસ,” “ઘોસ” અને “હરસ,” “દેસ” અને “હરસુ,” “સ” અને “ર્યોસ'ના પ્રાસ મેળવવામાં આવ્યા છે એ વસ્તુ તે વખતના ઉચ્ચારણ ઉપર થોડોક અસ્પષ્ટ પ્રકાશ ફેંકે છે અને એ ઉચ્ચારણ, હાથપ્રતામાં મળતાં લખાણે હાલમાં આપણે જે રીતે ઉચ્ચારીએ છીએ તે કરતાં, કાંઈક જુદા પ્રકારનું હશે, એવું અનુમાન થાય છે.
રર૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org