________________
નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય પછી સં. ૧૫૪૩માં લખાયેલી પ્રતમાં વિશેષતઃ સકારાન્ત રૂપો નજરે પડે છે. ૯૧ પાછળથી નકલ કરનાર લહિયાઓ પણ ઘણી વાર ભાષાને જાણી જોઈને પ્રાચીન સ્વરૂપે લખે છે અથવા કેટલીક વાર જે આદર્શ પરથી નકલ કરવામાં આવી હોય છે તે આદર્શ વધુ પ્રાચીન હોય છે ત્યારે આ પ્રકારની વિચિત્રતાઓ નજરે પડે છે.
પ્રાચીન અને મધ્યકાલીન ગૂજરાતી સંબંધી જે હકીકતો આજે આપણને મળે છે તે લિખિત સાધને ઉપરથી પ્રાપ્ત થયેલી છે. એ વખતનાં ઉચ્ચારણો કેવાં હતાં તે જાણવાનું કોઈ સાધન આપણી પાસે નથી. એવી સ્થિતિમાં લિખિત પુસ્તકમાં મળી આવતાં રૂપે તે વખતનાં ઉચ્ચારણોના વાસ્તવિક સ્વરૂપ ઉપર પ્રકાશ પાડે છે, એમ સામાન્ય રીતે માનવામાં આવતું હતું, પરંતુ જૂની ગૂજરાતીમાં પણ વૃત્તબદ્ધ કાવ્યો મળી આવતાં એ માન્યતા ઉપર કેટલાક પ્રહાર પડે છે.
શાલિસૂરિના ‘વિરાટપર્વ'માં કુતવિલમ્બિતની બે પંક્તિઓ નીચે પ્રમાણે છે
भमरडउ मरिवा अणबीहतउ
पसरि पइसि केतकिइ हतउ। હસ્તલિખિત પ્રતમાં આ પ્રમાણે મળી આવે છે, પણ એ અવતરણને 'વૃત્તના માપને બંધબેસતું બનાવવું હોય તો મમરડાનું ઉચ્ચારણ મન, મળવીતરનું કાવતી અને તરનું તેં એ પ્રમાણે કરવું પડે છે.
સં. ૧૫૦૨માં રચાયેલા ધનદેવગણિકૃત “સુરંગાભિધાન નેમિનાથ ફાગના આરંભે નીચે પ્રમાણે એક શાર્દૂલવિક્રીડિત છે–
૯. ફ. . સભાનું વૈમાસિક, પુ. ૧, પૃ. ૨૭૭.
રર૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org