________________
ઇતિહાસની કેડી
જે સમયે પાશ્ચાત્ય વૈદકવિદ્યાએ એટલી પ્રગતિ કરી હોય કે જીવંત શરીરના અંદરના ભાગો ઍકસ-રેની મદદ વડે જોઈ શકાય, અન્ય સૂક્ષ્મ યંત્ર વડે આંખ, ગળું, નાક, એનિમાર્ગ, મૂત્રનળી, શ્વાસનળી વગેરે અવયવોનું અવલોકન કરી શકાય, આખાયે શરીરનાં આંતરિક અંગેનું હલનચલન એકસ-રે ફેટોગ્રાફ દ્વારા સિનેમાના પડદા ઉપર પ્રત્યક્ષ જોઈ શકાય અને નરી આંખે કે સૂક્ષ્મદર્શક યંત્રથી પણ જોવાનું ભાગ્યે જ શકય બની શકે તેવાં, જીવન શરીરનાં સૂફમાતિસૂમ પરિવર્તનને અભ્યાસ કરી શકાય, ત્યારે દુનિયાની સૌથી પ્રાચીન વૈદકપદ્ધતિનું અવલંબન કરનારાઓ એક જ પ્રકારની પરંપરાગત યાચિકિત્સાને આધારે પિતાના વ્યાપારને આગળ ધપાવે એ સ્થિતિ અસહ્ય છે. આયુર્વેદ અને એલોપેથીનું તુલનાત્મક જ્ઞાન આપનારા વિદ્યાલયો સમસ્ત હિન્દમાં હવે તે સંખ્યાબંધ છે; છતાં કેટલીયે આયુર્વેદ પાઠશાળાએ વૃદ્ધત્રયી અને લઘુત્રયીના પાઠો શીખવીને જ હજી સંતોષ માની રહી છે અને એથી યે આગળ વધીને કહીએ તો હજારો વ્યક્તિઓ, પિતા વૈદ્ય હોવાને કારણે જ કંઇ પણ શાસ્ત્રીય જ્ઞાન લીધા સિવાય વૈદ્યનો ધંધો ચલાવી રહી છે. આવી પરિસ્થિતિમાં
આયુર્વેદ અને યુનાની વૈદ્રકની પાછળ થતો ખર્ચ લશ્કરના સૈનિકને હાલના જમાનામાં તરવાર અને ભાલાથી લડવાનું કહેવા બરાબર છે.” એવા કર્નલ બાયર્ડ અને કર્નલ બ્રુમના વિધાનમાં અવાસ્તવિકતાનું પ્રમાણ અધિક માત્રામાં છે, એમ ભાગ્યે જ કહી શકાશે.
આ અસહ્ય પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે કેટલાક છૂટાછવાયા પ્રયાસો થયા છે તેમાંના દરેકને ઓછેવત્તે અંશે ફત્તેહ મળી છે અને આયુર્વેદના ભાવિ સંબંધમાં વૈદ્યો અને પ્રજામાં પણ જાગૃતિ આવતી જણાય છે.
આ કાર્ય માટેના સૌથી વિશેષ સંગઠિત પ્રયત્નોમાં, ગઈ તા. ર જી નવેમ્બરથી ૮ મી નવેમ્બર સુધી બનારસમાં પંડિત માલવીયજીએ,
૨૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org