________________
આયુર્વે દનુ સરશેાધન
પંચભૂત અને ત્રિદેાષવાદના સિદ્ધાંતાના પરીક્ષણ અને પરિશેાધન માટે મેાલાવેલી વિદ્વાનેાની પરિષદ ખાસ ઉલ્લેખ માગી લે છે. એ પિરષદને અહેવાલ જ્યારે બહાર પડશે ત્યારે પંચભૂત અને ત્રિદેાષવાદના સિદ્ધાન્તા કે જેના પાયા ઉપર આયુર્વેદની આખી ઇમારત ચણાઇ છે તે વિષે કંઇક નવીન જાણવાનું મળશે એવી માન્યતા રખાય છે.
તાજેતરમાં અમદાવાદમાં ગુજરાત-કચ્છ-કાઠિયાવાડ વૈદ્યસમેલનનુ હટ્ટ" અધિવેશન અને નિખિલ ભારતવર્ષીય આયુર્વેદ મહાસ ંમેલનનું પચીસમું અધિવેશન એક સાથે જ ભરાવાના સુયેાગ આવી લાગ્યે હતા. અને અધિવેશનના પ્રમુખ અને સ્વાગત પ્રમુખાનાં ભાષણામાં, સંમેલનમાં થયેલી ચર્ચાએમાં અને પસાર થયેલા હરાવામાં આયુર્વેદના સંશાધન અને પુર્વિધાનની અગત્ય સ્વીકારવામાં આવી છે. આયુર્વેદનાં અનેક પ્રાચીન અંગે ક્ષીણ થઇ ગયાં છે. તેના ઉલ્હાર કરતાં આયુર્વેદને પાશ્ચાત્ય વૈદકશાસ્ત્રમાંથી કેટલુંક લેવું પડે તેમ છે અને આયુર્વેદમાં એવાં કેટલાંક વિશિષ્ટ તત્ત્વા છે કે જેમાંથી પાશ્ચાત્ય વૈદકશાસ્ત્રને પણ કેટલુંક જાણવાનું મળી શકે તેમ છે એ હવે સર્વાનુમતે સ્વીકારાયેલી ખાબત છે. આથી, આયુર્વેદના સંશાધન અને પુનઃવિધાન વિષેની આ લેખમાળા અસ્થાને નહી ગણાય એમ ધારૂ છું.
( ૨ )
અષ્ટાંગ આયુર્વેદની વર્તમાન સ્થિતિ
વૈદ્યરાજો આયુર્વેદને અપૌરુષેય માને છે. શ્રુતપરંપરા કહે છે કે સૃષ્ટિના આરંભમાં બ્રહ્માએ હજાર અધ્યાયની આયુર્વેદ સંહિતા વેદની સાથે બનાવી. બ્રહ્મા પાસેથી પ્રજાપતિએ અને પ્રજાપતિ પાસેથી અશ્વિનીકુમારે એ એ વિદ્યાનું અધ્યયન કર્યું. અશ્વિનીકુમારે। પાસેથી ઇંદ્રે અને ઇંદ્ર પાસેથી ઋષિએએ આયુર્વેદનું શિક્ષણ લીધું. ઋષિએ દ્વારા આયુર્વેદને પૃથ્વી ઉપર પ્રચાર થયા. આયુર્વેદ એ અથવ વેદના ( કેટલાકને મતે ઋગ્વેદને!) ઉપવેદ ગણાય છે.
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org