________________
નરસિહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય નરસિંહ પૂર્વેનું જૈનેતર સાહિત્ય કેમ મળતું નથી?
આ સર્વ વિવેચન પછી એક પ્રશ્ન એ ઊભો થાય છે કે નરસિંહ પૂર્વેનું જૈન સાહિત્ય આટલા મોટા પ્રમાણમાં મળે છે તો જૈનેતર સાહિત્ય કેમ બિલકુલ ઉપલબ્ધ થતું નથી? ભીમકૃત “સદયવલ્લવીરપ્રબન્ધ, શ્રીધરનાં કાવ્યો અને આસાયતકૃત “હંસવત્સકથા’ના અપવાદને બાદ કરીએ તો આ સમયનું જૈનેતર સાહિત્ય મુદ્દલ મળતું નથી એમ ગણાય. એમાં યે ભીમ અને આસાયતનાં કાવ્યો તો જૈન ભંડારમાંથી ઉપલબ્ધ થયેલાં છે ! - જ્યારે જૈનોની સાહિત્યપ્રવૃત્તિ પૂરજોશમાં ચાલુ હતી ત્યારે જૈિનેતરે એ દિશામાં સાવે ઉદાસીન હોય એ બનવાજોગ નથી, છતાં આજે જૈનેતર સાહિત્ય લગભગ કાંઈ જ મળતું નથી એનું કારણ એ હોઈ શકે કે જેનોની જેમ સાહિત્યના વ્યવસ્થિત સંગાપનની પદ્ધતિને જૈનેતરોમાં અભાવ હતો. સાહિત્યના રક્ષણની વ્યવસ્થિત પદ્ધતિ હોવા છતાં અનેક જૈન ભંડારનો મુસ્લિમ વિજેતાઓએ નાશ કરે છે. વસ્તુપાલતેજપાલે સ્થાપેલા સંખ્યાબંધ ભંડારોમાંના પુસ્તક આજે મળતાં નથી. પાટણમાંથી સેંકડો ગ્રન્થોને તેમનું સંરક્ષણ થઈ શકે તેટલા ખાતર ચોમેર રણથી રક્ષાયેલા જેસલમેરમાં ખસેડવામાં આવ્યા હતા. આ પ્રકારની કાળજીને પરિણામે જ સંસ્કૃતપ્રાકૃતના પણ અનેક દુર્લભ જૈનેતર પ્રત્યે જૈન ભંડારમાંથી મળે છે.
એ જ પ્રમાણે નરસિંહ પૂર્વે પણ જૈનેતર સાહિત્ય હોવું ન જોઈએ જ, પણ વ્યવસ્થિત સંગોપનની પદ્ધતિને અભાવે તેમાંનું ઘણુંક નાશ પામ્યું હોવું જોઈએ અથવા અજ્ઞાનને પરિણામે જલશાયી બન્યું હોવું જોઇએ, એવી કલ્પના થઈ શકે છે.
૨૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org