________________
નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય ઉપરથી૧૪ આ રાસ સં. ૧૭૬૦ આસપાસ રચાયો હોવાનું અનુમાન થઈ શકે છે. આ રાસમાં સંખ્યાબંધ શહેર તથા ગામનાં નામ આવતાં હાઈ ઇતિહાસ ઉપરાંત ભૂગોળની દષ્ટિએ પણ તે ઉપયોગી છે. “દીઠલા, “લાગલ્લા,' મંડિયલે,” “કીલે,' “કવિયલે,” “તુમ્હચિ' વગેરે મરાઠીમિશ્રિત પ્રયોગો ગૂજરાત અને મહારાષ્ટ્રના તે વખતના ભાષાસંપર્કનું સૂચન કરે છે.
સં. ૧૪પ૪ લગભગ એક જૈનેતર કાવ્ય આવે છે. એ કાવ્ય તે ઈડરના રાવ રણમલના પુરહિત શ્રીધર વ્યાસકૃત “રણમલ છંદ” છે. ૧૫ અમદાવાદના સુલ્તાનની સવારીને રણમલ્લે કેવી રીતે પાછી હઠાવી એનું અત્યંત જુસ્સાદાર અને રસિક વર્ણન તેમાં છે. કવિએ સિંહવિલોકિત, ભુજંગી, સારસી, મરહટ્ટા, દુમીલા, નારાએ, છપય વગેરે સંખ્યાબંધ છંદોનો પ્રયોગ કર્યો છે. કાવ્યનો મોટો ભાગ ચારણ અવસ્થ” ભાષામાં છે, અને માત્ર ઐતિહાસિક રીતે જ નહીં પણ ઉત્કૃષ્ટ કાવ્યના નમૂના તરીકે પણ તેનું મહત્ત્વ ઘણું છે. આ કાવ્યના સંપાદક દી. બ. કેશવલાલ ધ્રુવના શબ્દોમાં કહીએ તો, “રાઠોડ વીર (રણમલ)નાં સ્થાવર અને જંગમ સ્મારક રણમલ ચકી અને રણમલછંદ. ગઢ ઉપરની બેઠક તો રણમલનું જ મરણ આપશે; શ્રીધરનો પવાડે તે રાણાને અને કવિને ઉભયને ચિરંજીવ રાખશે. રણમલછંદના જેટાનું વીરરસનું ખંડકાવ્ય, ગૂજરાતીમાં છે નહીં.”૧૬ આ જ શ્રીધર વ્યાસે “સપ્તશતી,’ તથા કવિત ભાગવત” પણ વિવિધ છંદમાં લખ્યું છે.
૧૪. મુનિશ્રી પુણ્યવિજયજીનો લેખ “એક ઐતિહાસિક જૈન પ્રશસ્તિ ” (પુરાતત્વ, પૃ. ૧, અંક ૧.) તથા આ લેખકનો લેખ “સંડેર”( શારદા, ફેબ્રુ. ૧૯૩૭).
૧૫. મુદ્રિત દી. બ. ધ્રુવ સંપાદિત “પ્રાચીન ગુર્જર કાવ્ય” ૧૬. એજન, પ્રસ્તાવના, પૃ. ૯
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org