________________
નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય આ કાવ્યની એક કરતાં વધુ હસ્તલિખિત પ્રતો મળતી હોઈ તે સારી રીતે સંશોધિત થઈ પ્રકટ થવાની જરૂર છે.
બીજું પણ એક નોંધપાત્ર પૌરાણિક કાવ્ય આ સમયમાં મળે છે. આ કાવ્ય તે શાલિસૂરિનું ‘વિરાટપર્વ. ૪૦ ભાષાના સ્વરૂપ ઉપરથી તેને સમય આશરે પંદરમા શતકના અંતમાં મૂકીએ. તેની વિશિષ્ટતા એ છે કે તે આખુંયે અક્ષરમેળ વૃત્તોમાં રચાયેલું છે અને કવિતા તરીકે પણ કાવ્ય ઊંચું સ્થાન લે તેવું છે. ઓગણીસમા સિકા પછી જ ગુજરાતીમાં અક્ષરમેળ વૃત્તોની રચના શરુ થઈ હતી, એવી એક જૂની માન્યતાને આ કાવ્ય સચોટ જવાબરૂપ છે. આ જ કવિનું એક “પાંડવચરિત્ર ૪૧ પણ મળી આવે છે. ધાર્મિક વિષયને લગતાં કાવ્ય.
ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં કાવ્યોમાં સં. ૧૩૨૭માં રચાયેલ સપ્તક્ષેત્રી રાસ,૪૨ પાકૃત “દૂહામાતૃકા,”૪૩ સોલત “ચર્ચરિકા, ૪૪ સં. ૧૪૧૦ આસપાસ જયાનંદસૂરિકૃત “ક્ષેત્રપ્રકાશરાસ,૪૫ સં. ૧૩૩૧ આસપાસ જગડુકૃત “સમ્યકત્વમાઈ પાઈ,૪૧ તથા અજ્ઞાતકવિકૃત “માતૃકા ચોપાઈ’ મુખ્ય છે. “સપ્તક્ષેત્રી રાસમાં જિનમંદિર, જિનપ્રતિમા, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ
૪૦. આ કાવ્ય ગૂર્જરરાવ િમાં પ્રકટ થનાર છે. ભાઈશ્રી મધુસૂદન મોદીના સૌજન્યથી તેનો કેટલોક ભાગ વાંચવા મળ્યો હતો.
૪૧. શ્રી. મોહનલાલ દ. દેસાઇને આની હસ્તલિખિત પ્રત મળી હતી. ૪૨. મુદ્રિત: પ્રા. ગુ. કા. સં. ૪૩. મુદ્રિત : એજન. ૪૪. મુદ્રિત: એજન. ૪૫. જૈન ગૂર્જર કવિઓ, ભાગ, ૧ પૃ. ૧૩ ૪૬. મુદ્રિત : પ્રા. ગુ. કા. સં.
૨૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org