________________
નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય જે અર્થ થાય છે તે અહીં પણ સમજવાનું છે. અહીં જે અર્થમાં “બાલ' શબ્દ લેવામાં આવેલ છે તે જ અર્થમાં અનુભૂતિ
સ્વરૂપાચાર્યની સારસ્વતી પ્રક્રિયા (સારસ્વત વ્યાકરણ)ના આરંભમાં વાદ્ધિસિદ્ધશે એ વાક્યખંડમાં “બાલ” શબ્દ વપરાયેલો છે. તે વખતની ગૂજરાતી ભાષા દ્વારા સંસ્કૃત કાતંત્ર વ્યાકરણનું જ્ઞાન થવા માટે આ “બાલશિક્ષા' લખાયેલ છે. સંજ્ઞાપ્રક્રમ, સંધિપ્રઝમ, સ્વાદિપ્રક્રમ, કારકપ્રક્રમ, સમાસ પ્રક્રમ, અન્યોક્તિવિજ્ઞાનપ્રક્રમ સંસ્કારપ્રક્રમ અને ત્યાદિપ્રક્રમ એ પ્રમાણે આઠ પ્રક્રમમાં આ ગ્રન્થ વહેંચાયેલ છે. ગૂજરાતને છેલ્લો હિન્દુ રાજા કર્ણ વાઘેલા પરાજિત થયો અને મુસ્લિમેનું રાજ્ય સ્થપાયું (સં. ૧૩૬ ૦ ) તેથી પચીસ વર્ષ પૂર્વે, આજથી આશરે સાડાછ વર્ષ ઉપર ગૂજરાતી ભાષાનું સ્વરૂપ કેવા પ્રકારનું હતું તે પર આ ગ્રન્થ પ્રકાશ પાડે છે; એના જુદા જુદા પ્રક્રમોમાં સંગ્રહાયેલા શબ્દો તે વખતની ભાષાના એક નાનકડા શબ્દકોશની ગરજ સારે છે.
આ પછી કુલમડનગણિનું મુગ્ધાવબોધ ઔક્તિક’૮૦ આવે છે. ઉક્તિ-ભાષાને લગતું અનુશાસન તે “ઔતિક;” એ પ્રમાણે ઔક્તિકનો અર્થ થઈ શકે. “મુગ્ધાવબોધ ઔકિતક' ગ્રન્થ પણ સાધારણ અભ્યાસીને ગૂજરાતી ભાષા વડે સંસ્કૃતિનું જ્ઞાન થવા માટે લખાયેલ છે. સં. ૧૪પ૦માં તેની રચના થયેલી છે. પ્રાચીન અને મધ્યકાલીન ગૂજરાતીના અભ્યાસમાં આ ગ્રન્થનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે. સં. ૧૪૫૦ આસપાસમાં “ષકારક’૮૧ નામે એક વ્યાકરણનો ગ્રન્થ
૮૦. આની પ્રાચીન હાથપ્રત ગુ. વ. સો. ના સંગ્રહમાં છે. સદ્ગત હરિલાલ હર્ષદરાય ધ્રુવે તે પ્રકટ કરેલ છે.
૮૧. આની સ. ૧૪૮૫ તેમજ સં. ૧૫૪૩ માં લખાયેલી બે પ્રતના પરિચય માટે જુઓ “નરસિહ યુગના કવિઓ” (ફ. ગૂ. સભા સૈમાસિક, પુ. ૧, પૃ. ૨૭૭)
ર૧પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org