________________
ઇતિહાસની કેડી
ગણિસાર ”૭૭ નામે એક ગ્રન્થ મળી આવે છે. તેમાં શ્રીધરાચાર્યના ગણિતસાર' પર તત્કાલીન ગુજરાતી ભાષામાં વિવરણ છે. વિદ્યાર્થીઓને તત્કાલીન તોલ, માપ અને નાણાંનું જ્ઞાન કરાવવાના ઉદ્દેશથી તે લખાયેલ, છતાં તે સમયની ભાષાના સ્વરૂપ ઉપર પણ તે કેટલાક પ્રકાશ પાડે છે.
જના સમયમાં સંસ્કૃતના પ્રારંભિક વિદ્યાર્થીઓને “લઘુ ચાણક્ય” અને “વૃદ્ધ ચાણક્ય નીતિશાસ્ત્રના છોકો શીખવવામાં આવતા. જૂની ગૂજરાતીમાં જૈને તેમ જ બ્રાહ્મણના હાથે લખાયેલાં તેનાં સંખ્યાબંધ વિવરણ મળી આવે છે. સોળમા શતકમાં લખાયેલું એક વિવરણ પાટણના ભંડારમાંની આશરે સત્તરમા શતકમાં લખાયેલી એક હસ્તલિખિત પ્રત ઉપરથી મેં પ્રકટ કરેલ છે.૭૮ આ પ્રકારનાં વિવરણની પંદરમા શતક જેટલી પ્રાચીન પ્રત જે મળી આવે તે વધારે ઉપયોગી થઈ પડે.
વ્યાકરણના ગ્રન્થો - વ્યાકરણના પણ કેટલાક ગ્રન્થા પ્રાપ્ત થાય છે અને ભાષાશાસ્ત્રની દષ્ટિએ તે સર્વ અતી ઉપયોગી છે. એમાં સૌથી પ્રાચીન “બાલશિક્ષા”૭૯ છે. સં. ૧૯૩૬માં શ્રીમાલવંશીય ઠકુર કૂરસિંહના પુત્ર સંગ્રામસિંહે તેની રચના કરેલી છે. “બાલાવબેધ”માં “બાલ'ને
૭. મુદ્રિતઃ બારમા સાહિત્ય સંમેલનમાં રજૂ થયેલા મધ્યકાલીન ગુજરાતનાં તોલ, માપ અને નાણાં વિષે કેટલીક માહિતી એ શીર્ષક નીચેના મારા લેખમાં.
૮. બુદ્ધિપ્રકાશ, મે-જૂન ૧૯૩૨.
૭૯. આ ગ્રન્થની મૂળ હાથપ્રત જેસલમેરના ભંડારમાં છે અને તે ઉપરથી ઉતરાવેલી પ્રત વડોદરામાં મુનિશ્રી હરવિજયજીના પુસ્તકસંગ્રહમાં છે. તે ઉપરથી પં. લાલચંદ ગાંધીએ “પુરાતત્ત્વ'(પુ. ૩, અંક ૧) માં તેને પરિચય કરાવેલો છે.
૨૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org