________________
ઇતિહાસની કેડી પ્રથમ પંક્તિનો સાહિત્યકાર બને છે......કવિની પ્રતિભા વસ્તુની ગુંથણીમાં, પાત્રની યોજનામાં અને રૂપકની ખીલવણીમાં એકસરખી વિશાળી નીવડે છે. પ્રસ્તાવોનું વૈચિત્ર્ય અનેક રસની ખીલાવટને પિસે છે અને કાર્યને વેગ તથા સંવિધાનનું ચાતુર્ય વાંચનારનું કૌતુક છેવટ સુધી ટકાવી રાખે છે......જૈનેતર સાહિત્યની પેઠે જૈન સાહિત્ય ચકલે ચૌટે ગવાયું હોત, તો જયશેખરસૂરિએ પણ ભાલણ અને પ્રેમાનંદના જેવી પ્રસિદ્ધિ લોકમાં મેળવી હોત.”૫૪ ભાષાના અભ્યાસની દૃષ્ટિએ પણ આ કાવ્ય ખૂબ મહત્ત્વનું છે અને જૂની ગૂજરાતીના પ્રત્યેક અભ્યાસીએ એનું પરિશીલન કરવા જેવું છે.
આ પછી અજ્ઞાત કવિકૃત ઉન્માદક શૃંગારકાવ્ય “વસંતવિલાસ પ૫ આવે છે. તેની હસ્તલિખિત પ્રત સં. ૧૫૦૦ની મળી આવે છે તે ઉપરથી તેનો રચનાકાળ પંદરમા શતકના અંતમાં હોવાનું અનુમાન થાય છે. આ અરસામાં “વસંતવિલાસ’ને મળતું –એ જ વિષય અને એવા જ છંબંધવાળું નતર્ષિ (?) નામે કવિનું “ફાગુ૫ર કાવ્ય મળે છે. “વસંતવિલાસ'માં સામાન્ય દંપતીનાં વસંતવિહાર, વિયોગ અને સંયોગનું વર્ણન છે, જ્યારે આ બીજા કાવ્યમાં કૃષ્ણ અને તેની પટરાણીઓને વિલાસ વર્ણવાય છે. ‘વસંતવિલાસ'ની કેટલીક પંક્તિઓ આ “ફાગુ'ની પંક્તિઓ સાથે અદ્ભુત સામ્ય ધરાવે છે. ૫૭ બને કાવ્યને વિષય, વર્ણનશૈલી અને અંતર્યમક એકસરખાં
૫૪. જુઓ, પ્રા. ગુ. કા. ની પ્રસ્તાવના, પૃ. ૩૨-૩૩. - પપ. મુદ્રિત : પ્રા. ગૂ. કા. દી. બ. કેશવલાલ આ કાવ્યના કર્તાને જૈનેતર માને છે. શ્રી સારાભાઈ નવાબે તેના કર્તા જેન છે, એમ બતાવવાને પ્રયાસ કર્યો છે (ફા ગુ. સભા સૈમાસિક, પુ. ૧, પૃ. ૪૪૨-૪૭).
પ. આ કાવ્યના પરિચય માટે જુઓ ફા. ગુ. સભા ત્રિમાસિક, પુ. ૧. ૫. ૪૩૨-૩૭.
પ૭. એજન, પૃ. ૪૩૩.
૨૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org