________________
નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય છે અને બન્નેનો કર્તા કદાચિત એક જ વ્યક્તિ હોય એ સંભવિત લાગે છે. આ બે કાવ્યોને કર્તા જે એક માનવામાં આવે તો પછી વસંતવિલાસ'નો લેખક જૈન હવા વિષેનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આને જ મળતું એક ત્રીજું કાવ્ય કોઈ અજ્ઞાત કવિરચિત
અમૃતકોનાં ૫૮ નામનું છે. તેનો સમય પણ આશરે પંદરમા શતકના અંતમાં મૂકી શકાય. એ કાવ્યમાં પણ છટાદાર ભાષામાં કૃષ્ણની લીલાઓનું વર્ણન કરવામાં આવેલું છે. “મયણન્દ' પ૯ નામે બીજું એક સુન્દર છંદબદ્ધ કાવ્ય મળી આવે છે. તેમાં કવિએ રાધાકૃષ્ણનો ગાર ગાય છે.
આ જ અરસામાં જ્ઞાનાચાર્ય નામના એક જૈન યતિએ પ્રસિદ્ધ બિલ્પણ કવિકૃત “બિલ્ડણપંચાશિકા” ૧૦ ને ચોપાઈમાં અનુવાદ કર્યો છે અને તે ઉપરથી સ્વકલ્પનાએ બિલ્હણની પ્રેયસી શશીકલાને વિલાપ વર્ણવતી “શશીકલાપંચાશિકા'ની ૬૧ રચના કરી છે. આ
શશીલાપંચાશિકા'માં તો મસાંકળી પણ છે. બન્ને કાવ્યો ઉચ્ચ કેટિનાં છે. પાછળથી સત્તરમા સૈકામાં બીજા એક જૈન કવિ સારંગે પણ “બિલ્ડણપંચાશિકા'નો અનુવાદ કરેલો છે. બિલ્હણનું આ સંસ્કૃત કાવ્ય ગૂજરાતમાં સારી પેઠે પ્રચલિત હતું. ગુજરાતના જૂના સાહિત્યમાં શિક્ષક-શિષ્યાના પ્રેમની તથા સમસ્યાપ્રેષણની કથાની પરંપરાની જે અસર જણાય છે તે મુખ્યત્વે “બિલ્ડણકાવ્ય'ને આભારી છે. સં. ૧૭૦૬માં “રૂપસુંદર કથા”૬૨ નામે એક વૃત્તબદ્ધ વાર્તા રચાયેલી છે. તેમાં રૂપાં નામે રાજકુંવરીના પિતાના શિક્ષક
૫૮. હાથપ્રત વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરમાં છે. ૫૯. હાથપ્રત વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરમાં છે. ૬૦. મુદ્રિત : “સાહિત્ય, ગસ્ટ ૧૯૩૨. ૬૧. મુદ્રિતઃ “ગુજરાતી ને દીપોત્સવી અંક, સં. ૧૮૮૪ ૬૨. મુદ્રિત: ફાર્બસ ગુજરાતી સભા તરફથી.
૨૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org