________________
ઇતિહાસની કેડી
સાત પુણ્યક્ષેત્રની ઉપાસનાનું વર્ણન છે. પદ્યકૃત “દૂહામાતૃકામાં બારાખડીને પ્રત્યેક વર્ણ લઈને તે ઉપર ઉપદેશ આપનાર દૂહાઓ છે. આ જ કવિએ લખેલ “શાલિભદ્ર કકક'માં શાલિભદ્ર નામે મહાસમૃદ્ધિમાન શ્રાવકે મહાવીર પાસે દીક્ષા લીધી હતી તેના ગુણનું વર્ણન વર્ણમાળાનો પ્રત્યેક વર્ણ લઈને કરેલ છે. જગકૃત “સમ્યકત્વમાઈ ચોપાઈ'માં પણ વર્ણમાળાને દરેક અક્ષર લઈને સમ્યકત્વને વિષય ચર્ચા છે તથા “માતૃકાચોપાઈ'માં પણ એ જ પ્રકારે ધર્મોપદેશ કરવામાં આવેલો છે. સં. ૧૨૪૧માં “ભરતેશ્વર બાહુબલિરાસ લખનાર શાલિભદ્રસૂરિના બુદ્ધિરાસ'માં સામાન્ય હિતોપદેશ આપવામાં આવેલો છે. ૪૭ - ચૌદમા શતકના અધવચમાં બીજાં બે મહત્ત્વનાં કાવ્યો મળે છે. સં. ૧૪૪૦માં દેવસુન્દરસૂરિશિષ્યકૃત “કાબંધી ચોપાઈ”૪૮ તથા સં. ૧૪૬ર લગભગ વસ્તિગત “ચિહ્રગતિ ચોપાઈ.”૪૯ પહેલા કાવ્યમાં વર્ણમાલાનો દરેક અક્ષર લઈને ધર્મબોધ કરવામાં આવ્યો છે, અને બીજામાં અનેક પ્રકારની યોનિમાં ભટકતાં જીવને કેવાં દુઃખો ભોગવવા પડે છે તથા એ દુઃખમાંથી છૂટવાનો ઉપાય અરિહંત અને ગુરુ છે, એમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
જૈન કવિઓએ લખેલાં બીજાં પણ કેટલાંક નાનાં કાવ્યો આ ૪૭. આ કાવ્યની હસ્તલિખિત પ્રત પાટણમાં પ્ર. કાન્તિવિજયજી મહારાજ પાસે મેં જોઈ હતી.
૪૮. જૈન ગુર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૨૦–૨૧.
૪૯. આ કાવ્ય રસાવઢિમાં પ્રસિદ્ધ થનાર છે. સ્વ. મણિલાલ વ્યાસે આપેલા તેના પરિચય માટે જુઓ “ ફાર્બસ ગુજરાતી સભા ત્રિમાસિક,” પુ. ૧, પૃ. ૨૮૨-૮૩,
૨૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org